• Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Suicide After Swallowing Poisonous Drug Of A Trader Trapped In The Trap Of Interest In Vadodara, Wrote In A 3 Page Suicide Note: 'Show Me My Check And Blackmail Me'

આત્મહત્યા:વડોદરામાં વ્યાજના ચુંગાલમાં ફસાયેલા વેપારીનો ઝેરી દવા ગટગટાવીને આપઘાત, 3 પાનાંની સુસાઇડ નોટમાં લખ્યું: 'મારા ચેક બતાવી મને બ્લેકમેલ કરે છે'

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મારા પિતાને ​​​​​​​ટોર્ચર કરીને આજવા રોડ ખાતેનું મકાન રજીસ્ટર બાનાખત કરાવી લીધુંઃ શક્તિસિંહ રાણા

વડોદરામાં વેપારમાં નુકસાન થતાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા વૃદ્ધ યોગેન્દ્રસિંહ રાણાએ ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વે ત્રણ પાનની સુસાઇડ લખી છે. જેમાં તેઓએ વ્યાજખોરો માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘરમાંથી ત્રણ પાનાંની સુસાઇડ નોટ મળી
મૂળ વડોદરાના રહેવાસી અને હાલમાં બેંગ્લોર ખાતે રહેતા શક્તિરાજસિંહ રાણા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના પિતા યોગેન્દ્રસિંહ અને માતા રાજેશ્વરીબેન વડોદરા ખાતે વસવાટ કરે છે. 20 માર્ચના રોજ તેમના સંબંધીએ જાણ કરી હતી કે, તમારા પિતા યોગેન્દ્રસિંહ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી ગયા છે અને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેથી શક્તિરાજસિંહ વડોદરા દોડી આવ્યા હતા અને ઘરે તપાસ કરતા ત્રણ પેજની સુસાઇડ નોટ મળી આવી હતી.

વેપારીને ટોર્ચર કરતા હોવાનો સુસાઇટ નોટમાં ઉલ્લેખ
સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, વર્ષ 2012 દરમિયાન ભાગીદારી વેપારમાં આઇપીસીએલમાં નોકરી કરતા વિલાસભાઈ ધાડગેએ 65 લાખનું ગબન કરેલું હતું. જે-તે સમયે આ અંગેની ફરિયાદ વાગરા પોલીસ મથકે થઈ હતી. ત્યાર બાદ પૈસાની તૂટ પડતા મેં વ્યાજે પૈસા લેવાનું શરૂ કર્યું હતું. અંબા માતાના ખાંચામાં આવેલી દુકાન સંચાલક દિલીપભાઈ પાસેથી વર્ષ 2015માં શંકરભાઈ ઉર્ફે સંજુભાઈ મારફતે 3 લાખ રૂપિયા પ્રોમિસરી નોટમાં સહી કરીને 5 ટકા વ્યાજે લીધા હતા. ઘણા રૂપિયા ચૂકવવા છતાં ઘણી મોટી રકમ બાકી કાઢી હતી. દિલીપભાઈ ફોન કરીને ટોર્ચર કરતા હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.

મારી વોટ્સએપનો ચેટનો પુરાવો છે
વર્ષ 2019 દરમિયાન વાડી વિસ્તારમાં રહેતા બિરલ પટેલએ યોગેન્દ્ર સિંહની જમીનનો સોદો નરેન્દ્રસિંહ રાજપૂત સાથે કરાવ્યો હતો. તે સમયે બાનાખત કરીને 7.80 કરોડના ચેક આપ્યા હતા. જે તમામ રિટર્ન થયા હતા. તે નાણાંના ભરોસે ચકાભાઇ સુખડિયા પાસેથી 5 ટકા લેખે 9 લાખ અપાવ્યા હતા. દર મહિને વ્યાજ આપવા છતાં ઘણી મોટી રકમ બાકી દર્શાવી હતી. બદેવાભાઈ કરજણ સંપૂર્ણ નિર્દોષ છે. તેમણે મને 10 લાખ અપાવ્યા હતા. બિરેન મારફતે તેને પણ 16 થી 17 લાખ પરત કર્યાં છે. તેમ છતાં મોટી રકમની ઉઘરાણી બાકી છે. હિરેનભાઇ જેટલી વખત પૈસા અપાવતા હતા. તેમાંથી પોતે પણ જરૂર છે તેમ કહી લઈ લેતા હતા. આમ ટુકડે-ટુકડે લગભગ 9 લાખ જેટલા મને લેવાના થાય છે, તેનો પુરાવો મારી વોટ્સએપ ચેટ છે.

મારા ચેક બતાવી બ્લેકમેલ કરે છે
વિલાસભાઇએ તેમના મિત્ર રાજુભાઈ પાસેથી 4.50 કરોડ વ્યાજે અપાવ્યા હતા. તેની પણ ઘણી રકમ ચૂકવી દીધી છે. વિપુલ કંસારાએ 2 લાખ રૂપિયા નીરવ શાહ પાસેથી અપાવ્યા હતા. તેને પણ વ્યાજ સાથે ઘણી રકમ આપવા છતાં રૂકાવટ ઊભી કરે છે. ભાડુઆત નામદેવ પંડ્યાની પત્ની ખ્યાતિ 14 લાખની માંગ કરે છે, ત્યાર બાદ ઘર ખાલી કરવાનું જણાવે છે. મારા ચેક બતાવી બ્લેકમેલ કરે છે, પણ 10 લાખ રૂપિયા મને ક્યારેય આપ્યા તે જણાવતા નથી.

પુત્રએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
દરમિયાન, પુત્રએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, વાડીના બિરેન પટેલે અપાવેલા રૂપિયાનું વ્યાજ તેમજ અન્ય લોકો પાસેથી લીધેલા નાણાનું વ્યાજ ચૂકવવા માટે મારા પિતાની વાગરા ખાતેની 45 લાખની કિંમતી દોઢ એકર જમીન માત્ર 18 લાખમાં તેમના પિતાનું નામ કમી કરાવી બીરેને તેના પાર્ટનરને આપી દીધી છે. તદુપરાંત જણીયાદરા ગામ ખાતે આવેલી સાડા ચાર એકર જમીન 16 લાખમાં ગીરવે મૂકી 4 લાખ રૂપિયા લઇ ગયો છે. તેમ છતાં બિરલ મારા પિતાજીને ટોર્ચર કરીને વ્યાજનું વ્યાજ ગણી રૂપિયાની ઉઘરાણી કરતો હતો.

જ્યારે ચોખંડી વિસ્તારમાં રહેતો ઇન્દ્રવદન સુખડિયાએ મારા પિતાજીને આપેલા રૂપિયા પેટે ટોર્ચર કરીને આજવા રોડ ખાતેનું મકાન રજીસ્ટર બાનાખત કરાવી લીધું છે. આમ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા અને તેમના ટોર્ચરથી કંટાળી મારા પિતાએ ઝેરી દવા ગટગટાવી હતી. સારવાર દરમિયાન બે દિવસ બાદ તેમનું મોત નિપજ્યું છે. આ ગુનામાં પોલીસે મોબાઇલ ફોન, સીમકાર્ડ, સુસાઇડ નોટ તથા દસ્તાવેજી પુરાવા તપાસના કામે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓના નામ

 • વિલાસ ઘાડગે (રહે. આનંદભવન ,પોલો ગ્રાઉન્ડ સામે)
 • શંકરભાઈ ( રહે. વેરાઈમાતા ચોક, વડોદરા)
 • બિરલ ઉર્ફે બિરેન પટેલ (રહે. શનિદેવ મંદિર પાછળ ,વાડી)
 • ઈન્દ્રવદન ઉર્ફે ચકાભાઇ જગદીશચંદ્ર સુખડિયા (રહે. તંબાકવાળા, ચોખંડી)
 • ખ્યાતિબેન પંડ્યા (રહે. વડોદરા)
અન્ય સમાચારો પણ છે...