વુડા દ્વારા ટેકનોલોજી પાર્કની ટી.પી સ્કીમ 25માં હનુમંતપુરા, અણખોલ, ખટંબા અને બાપોદ ગામની ટેકનોલોજી પાર્કની ટી.પી.સ્કીમ તૈયાર કરવામાં આવી છે. વુડા ચેરમેને પહેલી વખત ટીપી સ્કીમમાં રહેણાંક અને કોમર્શિયલ પ્લોટોને લોકોને ઉપયોગી થાય તે માટે સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તબદીલ કરવા સૂચન કર્યું છે.
ડ્રાફ્ટ ટીપી સ્કીમ-25 સ્પેશિયલ નોડ-૨, ટેકનોલોજી પાર્ક જેમાં હનુમંતપુરા, અણખોલ, ખટંબા અને બાપોદનો ઈરાદો વર્ષ 2018માં જાહેર થયો હતો. સરકાર દ્વારા ડ્રાફ્ટ ટીપી સ્કીમ 25 ટેકનોલોજી પાર્ક વર્ષ 2019 રોજ મંજુર થઈ હતી. આ મુસદ્દારૂપ નગર રચના યોજનાનું કુલ ક્ષેત્રફળ 32,10,014 ચોમી છે. આ યોજનામાં 5,81,692 ચોમી ક્ષેત્રફળ રસ્તા માટે ફાળવવામાં આવી છે. આ સ્કીમમાં કુલ રીઝર્વેશન જમીનનું ક્ષેત્રફળ 5,76,364 ચોમી છે. જ્યારે વિસ્તારમાં આવેલ SEWSH રીઝર્વેશનનું કુલ ક્ષેત્રફળ 60,136 ચોમી છે.
ટીપી સ્કીમમાં સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચની 1,06,314 ચોમી અને રીઝર્વેશન માટેની એટલે કે સેલ ફોર કોમર્શિયલ, સેલ ફોર રેસીડેન્સીયલ, ગાર્ડનનું 4,09,914 ચોમી ક્ષેત્રફળ છે. ટીપી સ્કીમ-25માં સમાવિષ્ટ કુલ 87 રીર્વેશનના પ્લોટો પૈકી હનુમંતપુરા, અણખોલ, ખટંબા અને બાપોદના કુલ 25 જેટલા રીઝર્વેશન છે.
હાલમાં મળેલી બોર્ડ મિટિંગમાં વુડા ચેરમેને ટીપી સ્કીમમાં રહેલા પ્લોટ ભવિષ્યમાં જ્યારે પ્લોટ પાલિકાની હદમાં આવે ત્યારે પાલિકા તેનો ઉપયોગ કરી શકતી નથી. પ્લોટ લોક ઉપયોગી બને તે માટે સેલ ફોર રેસિડેન્સીયલ અને કોમર્શિયલના પ્લોટનો હેતુ બદલી સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરી શકાય તેવો ઠરાવ પસાર કર્યો છે.
ખટંબા અને બાપોદ કુલ 5 રિઝર્વેશનનો સેલ ફોર રેસિડેન્સિયલ તથા કોમર્શિયલ હતા. તેના હેતુ બદલી સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવા સૂચન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં આ પ્લોટ જ્યારે મહાનગરપાલિકાની હદમાં આવશે ત્યારે તેનો વિવિધ સેવાઓ માટે ઉપયોગ કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.