આદેશ:ત્રીજા વેવને લઈને હોસ્પિટલોમાં મેન પાવર વધારવા માટે સૂચન

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના અગ્ર સચિવે વડોદરાની મુલાકાત લીધી
  • બેડ અને ઓક્સિજનની સુવિધા પર પણ ભાર મૂક્યો

રાજ્યમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ દવાઓ સહિતના અગત્યનું બાબતો માટે આયોજન કરાઈ રહ્યું છે. શનિવારે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે વડોદરાની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.

કોરોનાની પહેલી લહેર બાદ બીજી લહેરમાં તંત્રના આયોજનમાં અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે ઓક્સિજનની ઘટ, દવાઓની અછત તેમજ અપૂરતા સ્ટાફની બૂમો પડી હતી. અનુમાન પ્રમાણે બેથી ત્રણ મહિનામાં સંભવીત ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. ત્યારે રાજ્ય સરકાર ત્રીજી લહેરને પહોંચી વળવા કામે લાગી છે.

સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં પણ ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તંત્ર આગોતરા આયોજન કરી રહ્યુ છે. જે કામગીરીનું નિરીક્ષણ કરવા માટે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ શનિવારે વડોદરા આવ્યા હતા. તેઓએ સયાજી અને ત્યારબાદ ગોત્રી હોસ્પિટલમાં તબીબો સાથે રહી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જરૂરી સૂચનો કર્યા હતા. મનોજ અગ્રવાલે બીજી લહેર કરતા બમણી સુવિધા ઉભી કરવા પર ભાર મૂક્યો હતો. ત્રીજી લહેર આવે તે પહેલાં હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા અને ઓક્સિજનની સુવિધા પૂરતી રાખવા જણાવ્યું હતું. તેમજ સૌથી મહત્ત્વની બાબત અનુભવી અને તાલીમબદ્ધ મેનપાવરની વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...