નિરીક્ષણ:પ્લેટફોર્મ 2 -3ની લિફ્ટનું કામ ઝડપથી કરવા સૂચન, પેસેન્જર એમિનિટી કમિટીની મુલાકાત

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્વચ્છતા મામલે એક સ્ટોલધારકને દંડ ફટકાર્યો

વડોદરા રેલવે સ્ટેશન ખાતે દિલ્હીથી આવેલી પેસેન્જર એમિનીટી કમિટી દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું સોમવારે બપોરે 3:30 થી 6:30 સુધી વડોદરા રેલવે સ્ટેશનના વિવિધ વિષયો પર મુસાફરોને લગતા સુવિધા માટે સર્વે કરી રેલવે બોર્ડને રિપોર્ટ કરવામાં આવશે. સૂત્રો મુજબ કમિટીના ચેરમેન પી.કે. કૃષ્ણદાસ અને 10 સભ્યો આવ્યા છે તેઓ કોસંબા ઉતરાણ અંકલેશ્વર અને ભરૂચ રેલવે સ્ટેશન પર ચેકિંગ કર્યા બાદ વડોદરા આવ્યા હતા.

મંગળવારે કેવડિયા જશ,ે ત્યાંથી પરત આવી છાયાપુરી તેમજ ચાંપાનેર, સમલાયા સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરશ.ઝેડ આર યુ સી કમિટીના સભ્ય સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે કમિટીના સભ્યોએ રેલવે સ્ટેશન પર સ્વચ્છતા મામલે એક સ્ટોલને દંડ ફટકાર્યો હતો તેમજ સ્ટોલધારકોએ રજૂઆત કરી હતી કે રૂા.15માં જનતા ફૂડ આપવાનું પોષાતું નથી. કમિટી દ્વારા નંબર પ્લેટફોર્મ 2 અને 3 પર લિફ્ટનું કામ ઝડપથી કરવા સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...