તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંધા મારવાની નીતિ:આવી સ્માર્ટ સિટી! 69 વિસ્તારોમાં પાણીની પાઇપ તકલાદી,10 હજાર લોકો ટેન્કરનિર્ભર

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દૂષિત પાણીની સમસ્યાનું મૂળ જાણવા છતાં કોઇ કાયમી ઉકેલ નહીં
  • 2 વર્ષમાં લીકેજ રિપેરિંગ અને પાણીની ટેન્કરો પાછળ પાલિકાએ 20 લાખથી વધુ ખર્ચો કર્યો

લોકસભાની ચૂંટણી પૂર્વે શહેરમાં શરૂ થયેલી ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ હજી સુધી આવ્યો નથી અને તેમાં પણ છેલ્લાં બે વર્ષમાં લીકેજ રીપેરીંગ અને પાણીની ટેન્કરો પાછળ જ 20 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હોવાની વિગત પ્રકાશમાં આવી છે.ખાસ કરીને શહેરના જુદા જુદા 69 વિસ્તાર એવા છે કે જ્યાં ગંદા પાણીને ફરિયાદોના ઉકેલ માટે આખી પાઇપલાઇન બદલવી જ પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સ્માર્ટ સિટીની રેસમાં દોડી રહેલા વડોદરામાં દૂષિત પાણીની સમસ્યા વકરી રહી છે ત્યારે સત્તાધીશો હજી કાયમી ઉકેલ શોધી શકયા નથી.

શહેરમાં હજુ પણ ગંદા પાણીની સમસ્યા યથાવત રહેવા પામી છે અને તેમાં તાજેતરમાં વૉર્ડ 8ની સામે જ ગંદા પાણીથી મહિલાનું મોત થતા વૉર્ડ કચેરી માં તોડફોડ પણ થઈ હતી. શહેર માં હજુ પણ પીવાના પાણી માટે ટેન્કર રાજુ પર જ આધાર રાખવો પડી રહ્યો છે અને શહેરના તમામ ઝોનમાં એટલે કે પૂર્વ હોય કે પશ્ચિમ ઉત્તર હોય કે દક્ષિણ આ તમામ ઝોનના પાણી પીડિત વિસ્તારોમાં 10 હજાર લોકોને પીવાનું પાણી મેળવવા માટે ટેન્કરો મંગાવી પડે છે.ઘણા ઠેકાણે પાણીના લીકેજ પણ થઈ રહ્યા છે અને તેના રીપેરીંગ માટે ખર્ચો કરવો પડી રહ્યો છે.

આવા લીકેજ મરામત અને પાણીની ટેન્કરો પાછળ જ ખાલી કાય લાખ રૂપિયાથી વધુ ખર્ચો કર્યો છે અને તેમાં દસ લાખ રૂપિયાનો ખર્ચો લીકેજ રીપેરીંગ પાછળ થયો છે તો બાકી નો ખર્ચો ટેન્કરો મોકલવા પાછળ થયો છે.આ સિવાય ઉત્તર ઝોનમાં 12 ,પૂર્વ ઝોનમાં 17, પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 27 અને દક્ષિણ ઝોનમાં 13 વિસ્તારો એવા છે કે જ્યાં ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે અને તેના કાયમી ઉકેલ માટે હવે લાઈનો બદલવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. દરમિયાન બુધવારે પથ્થરગેટ તંબોળી વાડ પાસે પાણીની લાઈનમાં ભંગાણપડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

આ વિસ્તારોમાં આજે પણ ટેન્કર આવે છે

બાવન ચાલી, એકતાનગર

4 ટેન્કર
મરીમાતાનો ખાંચો2 ટેન્કર
મનીષા સોસાયટી2 ટેન્કર
રળિયાતબા નગર2 ટેન્કર

સાઈનગર સોસાયટી

4 ટેન્કર
સાઈનાથ પાર્ક4 ટેન્કર
સયાજી ટાઉનશીપ4 ટેન્કર
શ્રી હરિ કોમ્પ્લેક્સ2 ટેન્કર
જય અંબે ફળિયું2 ટેન્કર
લાલભાઈનો ખાંચો1 ટેન્કર

અહીં જર્જરિત લાઈનોના કારણે ગંદું પાણી આવે છે

ઉત્તર ઝોન : નવાપુરા કહાર મહોલ્લો, અન્સારી મહોલ્લો, ભાત ફળિયા, શિયાબાગ બોરડી ફળિયા, ખારવાવાસ સહીતનો વિસ્તાર.
પૂર્વ ઝોન : પાણીગેટ પંચશીલ સોસાયટી, મહાકાળી નગર,ચંચળ બા પાર્ક, ખત્રી પોળ,બાજવાડા બાવચાવાડ, બકોર નગર સહિતનો વિસ્તાર.
પશ્ચિમ ઝોન : અટલાદરા ગામ કોઠી ફળિયું,મોટું ફળિયું, પટેલ ફળિયું,અકોટા ગામ,માળી મહોલ્લો,ધુપેલીયાની ચાલ,તાંદળજા મહાબલીપુરમ, વડીવાડી,ગોરવા ગામ સહિતનો વિસ્તાર.
દક્ષિણ ઝોન : વાડી વચલુ ફળિયું, અને ચબુતરા પાસે, ભાટવાડા,મારૂ ફળિયા, હરીજનવાસ જાંબુડી કોઈ, મોટી વહોરવાડ, ગાજરાવાડી, ગોમતીપુરા, બાવામાનપુરા તાઈવાડા

​​​​​​​ઘણા ઠેકાણે સ્થિતિ સુધારા પર છે
શહેરમાં ઘણાં ઠેકાણે સમસ્યામાં સુધારો થતાં હવે ચોખ્ખું પાણી પણ આવી રહ્યું છે અને પાણીની ટાંકીઓ ની વિઝીટ પણ શરૂ કરી છે અને જ્યાં સમસ્યા હતી તેના ઉકેલની દિશામાં કામગીરી ચાલુ કરી છે. -મનીષ પગાર, અધ્યક્ષ પાણી પુરવઠા સમિતિ

અન્ય સમાચારો પણ છે...