તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:9 વર્ષની બાળકીના એક તરફના અર્ધ વિકસિત ચહેરાની સફળ સર્જરી: પિતાએ કહ્યું, હવે કોઇ મેણાં ટોણાં નહીં મારે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પહેલાં બાળકીના જમણા ગાલનો ભાગ વિકસ્યો ન હતો. - Divya Bhaskar
પહેલાં બાળકીના જમણા ગાલનો ભાગ વિકસ્યો ન હતો.
  • ક્રેનિઓફેસિલયલ માઇક્રોસોમિયાની ખામી દર 26,500 પૈકી 1માં જોવા મળે છે

જન્મના બે-ત્રણ વર્ષ પછી ચહેરાના ગાલનો ભાગ એક તરફ ઓછી ઝડપથી વિકસવાને લીધે બંને ભાગના દેખાવ અલગ અલગ પડી જાય છે. આ ખામીને ક્રેનિયોફેસિયલ માઇક્રોસોમિયા કહેવાય છે.શહેરના પશ્ચિમ વિસ્તારની એક 9 વર્ષની બાળકીમાં આ પ્રકારની ખામીના લક્ષણો દેખાતા તેની અત્યાધુનિક ફેસિયલ ફેટ ગ્રાફટિંગ સર્જરી કરવામાં આવી છે. જર્નલ ઓફ ક્લેફ્ટ લીપ પેલેટ એન્ડ ક્રેનિયોફેસિયલ એનોમલિસના રિપોર્ટ મુજબ ભારતમાં દર 26,550 લોકોમાંથી એકને આ પ્રકારની ખામી હોય છે.

9 વર્ષની નીશા (નામ બદલ્યું છે) સ્કૂલમાં ભણે છે અને તેનું વજન માંડ 20 કિલો હતું. તેના પિતાએ જણાવ્યું કે, ‘ તેની આ ખામીને લીધે લોકો અમને કહેતા હતા, તે મોટી થાય અને લોકો વધુ મહેણાંટોણાં મારે તેના કરતા અમે આ સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. સર્જરી કરનાર તબીબ ડો. સૌમ્ય નાયકે જણાવ્યું હતું કે, ‘ આ સર્જરીમાં ક્યાંય એક પણ મોટો ચીરો પાડવાનો કે ટાંકાઓ લેવાના હોતા નથી.’

શું છે ફેસિયલ ફેટ ગ્રાફ્ટિંગ?

  • શરીરમાં જ્યાં ચરબી હોય ત્યાંથી ઇન્જેક્શન વડે ચરબી ખેંચીને પ્રોસેસ કરાતા ત્રણ લેયર મળે છે.
  • વચ્ચેના ભાગની નક્કર ચરબીને ઇન્જેકશનથી તારવી લઇને કાનની નીચેના ભાગમાં છીદ્ર (ખૂબ જ નાનું કાણું) કરવામાં આવે છે.
  • હવે દર્દીના ગાલના ભાગે આ ચરબી નાંખવા આ છીદ્ર વાટે ધીમે ધીમે ચરબી ગાલના ભાગે ભરવામાં આવે છે.
  • આ પ્રક્રિયા 1.5 કલાક ચાલે છે. સમગ્ર સર્જરી માત્ર 2.5 કલાકમાં પૂરી થઇ જાય છે.
અન્ય સમાચારો પણ છે...