જેઇઇ મેઇન:સોશિયલ મીડિયાથી અંતર, સતત વાંચન અને પ્રેક્ટિસથી મેળવી સફળતા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોપર્સે સફળતાનો ફંડા જણાવ્યો
  • હવે વિદ્યાર્થીઓ એડવાન્સની તૈયારીમાં લાગ્યા

આઇઆઇટી સહિતના ઇજનેરી ક્ષેત્રમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇનની પરીક્ષાનું પરિણામ એનટીએ દ્વારા જાહેર કરાયુ હતું.જેમાં શહેરના ટોપર્સ સોશિયલ મીડિયાથી દૂર રહીને સતત વાંચન અને પ્રેક્ટિસના પગલે સફળતા મેળવી હોવાનું જણાવ્યું હતું. હવે આ ટોપર્સ જેઇઇ એડવાન્સની તૈયારી કરી રહ્યા છે.

સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો ફાયદો થયો
સોશિયલ મીડિયાના પગલે વિચલિત થઇ જવાય અને ભણવા પરથી ફોકસ ઊઠી જાય, તેનાથી દૂર રહેવાનો ફાયદો થયો છે. હવે આઇઆઇટીમાં જવાની ઇચ્છા છે. > તન્મય મિત્તલ,ફિટ્જી

​​​​​​​ક્રિકેટ રમવા સાથે રોજનું 10 કલાક વાંચતો હતો
રોજનું 10 કલાકનું વાંચન કરતો હતો. આઇઆઇટીમાં જવાની ઇચ્છા છે, જેથી એડવાન્સની તૈયારી કરી રહ્યો છું. ફ્રી ટાઇમમાં ક્રિકેટ રમતો હતો. > દિવીજ રાવલ, ફિટ્જી

માતા-પિતા તબીબ છે, પણ મારે IITમાં જવું છે
મારાં માતા-પિતા બંને તબીબ છે, પણ મને આઇઆઇટીમાં જવાની ઇચ્છા છે. સક્સેસ થવા માટે તમને જે ગમતું હોય તે કરવું જોઇએ. સેલ્ફ ડિસિપ્લિન ભણવા માટે જરૂરી છે. > વ્રજ પરીખ, ફિટ્જી

સફળ થવું હોય તો કોન્સેપ્ટ ક્લીયર હોવા જરૂરી છે
એસાઇન્મેન્ટ અને મોડ્યુઅલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો ફાયદો થયો,સફળતા માટે કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે.
> ધ્વનીલ ઘીવાલા, આઇઆઇટી આશ્રમ

સતત અભ્યાસ વચ્ચે બ્રેક લઇને વોકિંગ કરતી હતી
રોજ 10 થી 12 કલાક વાંચન કરતી હતી. આઇઆઇટી કરવું છે, જેથી એડવાન્સની તૈયારી કરી રહી છું. સતત વાંચન વચ્ચે બ્રેક લઇને વોકિંગ કરતી હતી, જેથી ફ્રેશ થઇ શકાય. > ક્યારી પોંકિયા, એલેન

​​​​​​​ 5 કલાક વાંચન, ફ્રી ટાઇમમાં ગેમ રમીને ફ્રેશ થતો હતો
હજી સોશિયલ મીડિયા પર કોઇ એકાઉન્ટ ખોલ્યું નથી. રોજ 5 થી 6 કલાકનું વાંચન કરતો હતો. આઇઆઇટીમાં જવાની ઇચ્છા છે ફ્રી ટાઇમમાં ગેમ રમીને ફ્રેશ થતો હતો. > હર્ષ ગુપ્તા, આકાશ ઇન્સ્ટિટ્યૂટ

અન્ય સમાચારો પણ છે...