તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીડરશીપ મંત્ર:કંપનીની સફળતા માત્ર ફેક્ટશીટ જ કામ નહીં લાગે, લીડર એમ્પોઇઝનું પુલિંગ કરે તે અનિવાર્ય

વડોદરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડીન પ્રો. ભાવના મહેતા, વીસી પ્રો. વ્યાસ, પવન શુક્લ, પ્રો.પરમાર હાજર રહ્યાં હતા. - Divya Bhaskar
ડીન પ્રો. ભાવના મહેતા, વીસી પ્રો. વ્યાસ, પવન શુક્લ, પ્રો.પરમાર હાજર રહ્યાં હતા.
 • CSR-HR ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે એવોર્ડસ એનાયત કરાયા
 • ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કની HR કન્વેન્શનમાં ટેક્નોલોજી - માનવીની ઉપયોગિતા વિશે લેક્ચર્સ યોજાયા

આજે મોટી કંપનીઓમાં એચઆરની કામગીરીના ક્ષેત્રે ટેક્નોલોજી અને મશીનોની બોલબાલા વધી છે. પણ યોગ્ય ઉમેદવારોની પસંદગી, કંપનીમાં તેની કામગીરીના મૂલ્યાંકન અને પ્રમોશન જેવા વિષયોમાં માત્ર ટેક્નોલોજી આધારિત ડેટાશીટને જ માપદંડો બનાવવા પૂરતા નથી. કંપનીની સફળતા માટે વ્યક્તિના ઇનપુટની અનિવાર્યતા પણ હોય છે. કંપનીની સફળતામાં કામગીરીનું પુલિંગ અનિવાર્ય હોય છે, પુશિંગ નહીં. કંપનીઓમાં આજકાલ કામને ધક્કો મારીને કરાવે તેવા પુશર્સ લિડરની નહીં પણ વ્યક્તિને કામ કરવા પ્રેરે તેની જરૂર હોય છે.

એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ખાતે યોજાયેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં રિઇમેજિન વર્ક વિષય પર યોજાયેલા HR કન્વેન્શનમાં તજજ્ઞોએ ઉપરોક્ત વિચારો સ્પષ્ટ કર્યા હતા. કન્વેન્શનમાં તજજ્ઞોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, જે કંપનીઓમાં આ ક્ષેત્રે મોટો આધાર માત્ર ટેક્નોલોજી અને મશીનોની ફેક્ટશીટ પર રાખવામાં આવે છે તે કંપનીઓ એક્સિલન્સ મેળવી શકતી નથી. કંપનીની સફળતા માટે લીડરશિપ નિર્ણાયક હોય છે.

આ કન્વેન્શનમાં ગેઇલ(ઇન્ડિયા)ના જનરલ મેનેજર મુકેશ તિવારી, હ્યુમન રિસોર્સ મેનેજર આહોક હેમ્બર્ગ સહિતની કંપનીઓના HR ક્ષેત્રના પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત કન્વેન્શનમાં સીએસઆર અને એચઆર ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી માટે વિવિધ એવોર્ડસ એનાયત કરાયા હતા.

CEO એમ્લોઇઝ સાથે સંવાદ કરે
ઘણી કંપનીઓમાં સીઇઓ મોટે ભાગે ઓફિસોમાં બેસીને જ નિર્ણયો લેતા હોય છે. ઘણા ખરા પોતાના એમ્પ્લોઇઝને મળવાનું પણ ટાળતા હોય છે. જેને લીધે કંપનીને એમ્પ્લોઇઝ સાથેની કનેક્ટિવિટી ઓછી થઇ જાય છે. સફળ કંપનીઓના સીઇઓ એમ્પ્લોઇઝ સાથે સંપર્કમાં રહેતા હોય છે. સાચો લીડર પોતાના સાથી કર્મચારી પર વિશ્વાસ મૂકે તે જરૂરી છે. - રાજ બોવેલ, ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ એક્સપર્ટ.

માત્ર ટેક્નોલોજી સકસેસ અપાવી શકે નહીં
કંપનીઓમાં ટેક્નોલોજીના ભરોસે ઘણી કામગીરી થતી હોય છે. ટેક્નોલોજી ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરી શકે પણ લિડરશીપ, નેટવર્કિંગ, કંપનીની ફિલસૂફીને આગળ ધપાવવા અને તે દિશામાં કામ કરવા માટે માનવી જરૂરી છે. ઓનલાઇન ઇન્ટરવ્યૂનો જમાનો છે પણ વન ટુ વન ઇન્ટરવ્યૂ ન થાય ત્યાં સુધી એચઆર ક્ષેત્રે યોગ્ય વ્યક્તિની પસંદગી થઇ શકે નહીં. આજકાલ આઉટસોર્સિંગ કરીને રિક્રુટમેન્ટ અને ટ્રેનિંગ અપાય છે તે કંપનીને શ્રેષ્ઠ પરિણામો ક્યારેય આપી શકે નહીં. - પવન શુક્લ, પ્રેસિડેન્ટ, સ્લોટ કૈશા ગ્લાસ લિમિ.

આ એવોર્ડસ એનાયત થયાં
​​​​​​​સામાજિક ઉદ્યમ એવોર્ડ : પ્રદીપ અગ્રવાલ, મીના અમીન
CSR એક્સિલન્સી એવોર્ડ : સ્લોટ કૈશા ગ્લાસ પ્રાલિ
HR એક્સિલન્સી એવોર્ડ : અશોક જાંબુર.
CSR એવોર્ડ : વીમકા નાગણિયા, એચ.પી. રાવ, સંજીવ ત્રિવેદી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો