• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Submission To The Collector To Complete The Admission Process On The Remaining Seats In The Government Colleges Of Physiotherapy In The State.

વડોદરામાં ABVPનું આંદોલન:રાજ્યમાં ફિઝિયોથેરાપીની સરકારી કોલેજોમાં બાકી રહેલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા કલેક્ટરને રજૂઆત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ABVPએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી - Divya Bhaskar
ABVPએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી
  • ફિઝિયોથેરાપીની કુલ 462 સરકારી સીટો પૈકી 404 સીટ ભરાયેલી છે

સરકારી પેરા મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં ફિઝિયોથેરાપીની સરકારી કોલેજોમાં બાકી રહેલી બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવા બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

વિદ્યાર્થી અગ્રણી ગુજન કાકડીયાએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 74 વર્ષથી રાષ્ટ્રહિત માટે કાર્યરત વિદ્યાર્થી સંગઠન છે. કોરોનાકાળને કારણે પેરા મેડિકલની વર્ષ 2021ની પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2022 એપ્રિલ માસમાં પૂર્ણ થઇ છે. આટલા લાંબા સમય પછી પણ પેરા મેડિકલની પ્રવેશપ્રક્રિયા અડધેથી તરછોડાયેલી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

ફિઝિયોથેરાપી અંતર્ગત સમગ્ર રાજ્યમાં કુલ પાંચ સરકારી કોલેજો પૈકી અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને દાહોદ ખાતે આવેલી છે, જેમાં કુલ 462 સરકારી સીટો પૈકી 404 સીટ પેરા મેડિકલ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ભરાયેલી છે. બાકીની સીટો પર પ્રવેશ પ્રક્રિયા અટકાવવામાં આવી છે. પરિણામે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હોય તેવું જણાય છે.

સરકાર ખાનગી કોલેજોને વધુ મહત્વ આપતી હોય તેવું જણાય છે. જ્યારે સરકારી કોલેજોને બાકી પડેલી સીટોને રાખીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂક્યું છે, ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે પેરા મેડિકલના વિદ્યાર્થીઓ સાથે વડોદરા કલેક્ટરને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી અને ખાલી પડેલી બેઠકો તાત્કાલિક ધોરણે ભરવાની માંગ સાથે વિદ્યાર્થીઓને ન્યાય મળે તેની રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...