તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Submission To Congress Collector To Stop Black Marketing Of Remedivir In Vadodara, Demanded An Inquiry Into How CR Patil Got The Injection

સરકાર સામે દેખાવો:વડોદરામાં રેમડેસિવિરની કાળાબજારી રોકવા કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, સી.આર.પાટીલને ઇન્જેક્શન કેવી રીતે મળ્યા તે અંગે તપાસની માગ કરી

વડોદરા5 મહિનો પહેલા
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા રેમડેસિવિર ઇન્જેકશનની કાળા બજારી સહિતના મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
  • લોકોને બચાવવા કરતા સત્તાધીશો વાહવાહી મેળવવામાં વ્યસ્ત છે. લોકોને પડતી અગવડતા મામલે સરકાર ચૂપ કેમ છેઃ કોંગ્રેસ

કોરોના મહામારી વચ્ચે પોઝિટિવ દર્દી અને તેમના સગા સંબંધીઓને પડતી હાલાકી તથા રેમડેસિવિર ઇન્જેક્શનની અછત મુદ્દે કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી હતી.

લોકોને પડતી અગવડતા મામલે સરકાર ચૂપ કેમ છે
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, લોકોની વેદનાને વાચા આપવા આજે કોંગ્રેસ પરિવાર એકત્ર થયું છે અને રેમડેસિવિર ઇન્જેકશનની કાળા બજારી સહિતના મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં લોકો રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર કોરોનાના આંકડા ખોટા જાહેર કરી રહ્યું છે. બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજનનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકોને બચાવવા કરતાં સત્તાધીશો વાહવાહી મેળવવામાં વ્યસ્ત છે. લોકોને પડતી અગવડતા મામલે સરકાર ચૂપ કેમ છે. તેવો સવાલ ઉઠાવ્યો છે.

સર્વપક્ષીય બેઠક બોલાવી ચોક્કસ રણનીતિ નક્કી કરવી જોઈએ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાનગી સ્થળોની જગ્યાએ સરકારી સ્થળોએ કોવિડ સેન્ટર ઉભા કરવા જોઈએ. તેમ જણાવતા નગરસેવક અમીબેન રાવતે જણાવ્યું હતું કે, હાઈકોર્ટે સરકાર સામે સુઓમોટો કેસ ફાઈલ કર્યો છે. તે જોતા સરકારની નિષ્ફળતા સાબિત થાય છે. કોરોના મહામારીમાં દર્દી તથા સંબંધીઓ તમામ સેવા માટે લાઈનમાં ઉભા રહે છે. લોકોને પુરી સુવિધા ના આપી શકતા હોય તો સર્વપક્ષીય બેઠક બોલાવી ચોક્કસ રણનીતિ નક્કી કરવી જોઈએ.

રેમડેસિવિરની કાળાબજારી રોકવા કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી હતી
રેમડેસિવિરની કાળાબજારી રોકવા કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી હતી

અગ્રણીઓ ભાજપનો ખેસ પહેરી કાર્યક્રમો કરીને વાહવાહી મેળવી રહ્યા છે
આ મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા અને હાલના નગરસેવક ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, એક તરફ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને બીજી તરફ સરકાર ટીકા ઉત્સવની વાત કરે છે. લોકો પોતાના પરિવારજનોને બચાવવા માટે રેમડેસિવિર ઇન્જેક્શન માટે ધક્કા ખાઇ રહ્યા છે અને સત્તાધારી પક્ષના અગ્રણીઓ ભાજપનો ખેસ પહેરી કાર્યક્રમો કરીને વાહવાહી મેળવી રહ્યા છે.

કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસે સરકાર સામે દેખાવો કર્યાં હતા
કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસે સરકાર સામે દેખાવો કર્યાં હતા

સી.આર.પાટીલને કેવી રીતે મળ્યા તે અંગે તપાસ થવી જોઇએ
વધુમાં જણાવ્યું હતું કે, લોકોને ઇન્જેક્શન મળી રહ્યા નથી, ત્યારે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને કેવી રીતે મળ્યા તે અંગે તપાસ થવી જોઇએ. પ્રજાની પડખે આવેલા કોગ્રસના કાર્યક્રમમા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા. અને કલેકટર કચેરી ખાતે એકત્ર થઇ આવેદનપત્ર પાઠવીને કોવિડ કામગીરી તથા રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે ચોક્કસ આયોજન કરવા રજૂઆત કરી હતી.