તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વડોદરાના કરખડી ગામની સબ પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્તરે MISના બંધ ખાતામાંથી રૂ.3,23,700 ઉપાડીને ઉચાપત કરી

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડુ પોલીસ સ્ટેશન(ફાઈલ તસવીર) - Divya Bhaskar
વડુ પોલીસ સ્ટેશન(ફાઈલ તસવીર)
  • વડુ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામની સબ પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્તરે એમઆઇએસના બંધ ખાતામાંથી રૂ.3,23,700 ઉપાડી લઇને ઉચાપત કરી હોવાનું ઓડિટમાં બહાર આવતા વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

3,23,700 ઉપાડી લઈને ઉચાપત કરી હોવાનું ઓડિટમાં બહાર આવ્યું
આ બનાવની વિગત એવી છે કે, પાદરા સબ પોસ્ટ ઓફિસમાં પી.એ. તરીકે હાલમાં ફરજ બજાવતા અશોકકુમાર મણીલાલ પટેલ 31 ઓગસ્ટ-2018 થી 19 માર્ચ-2019 દરમિયાન કરખડી સબ પોસ્ટ ઓફિસ ખાતે સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતો હતો. તે સમય દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને કરખડી પોસ્ટ ઓફિસમાં માસિક આવક યોજના(એમ.આઈ.એસ.)ના બંધ થયેલા ખાતાની સિસ્ટમમાં ટેક્નિકલી રીતે જમા થયેલા વ્યાજના નાણાં પોતે ઉપાડ ફોર્મમાં ખાતેદારોની ખોટી સહીઓ કરી ખોટા દસ્તાવેજો(વાઉચરો) બનાવી ખોટા હોવાનુ પોતે જાણતો હોવા છતાં સાચા તરીકે ઉપયોગ કરીને સરકારના કુલ રૂ. 3,23,700 ઉપાડી લઈને અંગત કામે વાપરી નાખી ઉચાપત કરી હોવાનું ઓડિટમાં બહાર આવ્યું હતું.

વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
ઉચાપતની વિગતો ઓડિટમાં બહાર આવતાં અશોક પટેલ વિરૂદ્ધ ઈન્સ્પેક્ટર ઓફ પોસ્ટ ઓફિસીસ વેસ્ટ સબ ડિવિઝન પાદરાના નીતિનભાઇ પરમારે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વડુ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...