તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Stunning Scenes Of Lord Jagannath's Township In Vadodara Captured On Drone Camera, Social Distance Between God And Devotees Seen For The First Time

રથયાત્રાનો આકાશી નજારો:વડોદરામાં ભગવાન જગન્નાથની નગરચર્યાના અદભૂત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ, પહેલીવાર ભગવાન અને ભક્તો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું

વડોદરા18 દિવસ પહેલા
ભગવાન જગન્નાથની નગરચર્યાના અદભૂત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયો હતો
  • ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર આવેલી પોળોના લોકોએ ભગવાનના દૂરથી દર્શન કર્યાં

આજે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા નગર ચર્યાએ નીકળ્યા હતા. જેના અદભૂત નજારો ડ્રોન કેમેરામાં કેદ થઇ ગયો હતો. સવારે 9 કલાકે સ્ટેશન ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને 10:45 વાગ્યે રથયાત્રા પૂર્ણ થઇ હતી. ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર આવેલી પોળોના લોકોએ ભગવાનના દૂરથી દર્શન કર્યાં હતા. પહેલીવાર ભગવાન અને ભક્તો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું.

સુરસાગર તળાવ પાસે ડ્રોન કેમેરામાં રથયાત્રાના અદભૂત દ્રશ્યો કેદ થયા
ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા તે સમયે વડોદરાના સુરસાગર તળાવ પાસે ડ્રોન કેમેરામાં રથયાત્રાના અદભૂત દ્રશ્યો કેદ થઇ ગયા હતા. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં ઉમટી પડે છે, જોકે, આ વર્ષે કર્ફ્યૂને કારણે મંદિરના સાધુ-સંતો અને પોલીસકર્મીઓ જ રથયાત્રામાં જોવા મળ્યા હતા.

ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર આવેલી પોળોના લોકોએ ભગવાનના દૂરથી દર્શન કર્યાં
ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર આવેલી પોળોના લોકોએ ભગવાનના દૂરથી દર્શન કર્યાં

પોણા બે કલાકમાં રથયાત્રા પૂર્ણ થઇ
વડોદરા શહેરના ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી રથયાત્રા રેલવે સ્ટેશન નજીક હિરકબાગ પાસેથી સવારે 9 વાગ્યે નીકળી હતી અને એમ.એસ. યુનિવર્સિટી રોડ, કાલાઘોડા સર્કલ, પંચમુખી હનુમાન મંદિર, કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, અમદાવાદી પોળ, ગાંધીનગર ગૃહ, પ્રતાપ સિનેમા, સુરસાગર તળાવ, લાલકોર્ટ, વીર ભગતસિંહ ચોક, મદનઝાપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી, આઝાદ મેદાન, જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા, બગીખાના ચાર રસ્તા થઇને બરોડા હાઇસ્કૂલ ખાતે સવારે 10:45 વાગ્યે પૂર્ણ થઇ હતી.

પહેલીવાર ભગવાન અને ભક્તો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું
પહેલીવાર ભગવાન અને ભક્તો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું
સુરસાગર તળાવ પાસે ડ્રોન કેમેરામાં રથયાત્રાના અદભૂત દ્રશ્યો કેદ થઇ ગયા હતા
સુરસાગર તળાવ પાસે ડ્રોન કેમેરામાં રથયાત્રાના અદભૂત દ્રશ્યો કેદ થઇ ગયા હતા
કર્ફ્યૂને કારણે મંદિરના સાધુ-સંતો અને પોલીસકર્મીઓ જ રથયાત્રામાં જોવા મળ્યા
કર્ફ્યૂને કારણે મંદિરના સાધુ-સંતો અને પોલીસકર્મીઓ જ રથયાત્રામાં જોવા મળ્યા
અન્ય સમાચારો પણ છે...