તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Study Started Without Admission In Commerce, Admission Procedure Has Not Been Done Even After 2 And A Half Months Have Passed Since The Commencement Of Education In SY TY.

ભાસ્કર વિશેષ:કોમર્સમાં પ્રવેશ વિના અભ્યાસ શરૂ , SY-TYમાં શિક્ષણ શરૂ થયાને દોઢથી 2 માસ વિત્યા છતાં પ્રવેશ કાર્યવાહી થઇ નથી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રવેશ કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓે પેવેલિયન, લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકતા નથી

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયમાં 60 દિવસ, એસવાયના 45 દિવસ અભ્યાસના થયા પછી પણ પ્રવેશ કાર્યવાહી શરૂ કરાઈ નથી. જેના પગલે વિદ્યાર્થીઓને બસ પાસ, પેવિલિયન, લાઇબ્રેરીમાં મુશ્કેલી પડી રહી છે. મ.સ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ટીવાય અને એસવાયની શરૂઆત કરી દેવાઈ છે. ટીવાય બીકોમનું અભ્યાસ કાર્ય ઓનલાઇન અને ઓફલાઇન મોડ પર 60 દિવસ પહેલાં શરૂ કરી દેવાયું છે. તેવી જ રીતે એસવાય બીકોમનું શિક્ષણ કાર્ય પણ 45 દિવસ પહેલા શરૂ કરાયું છે.

ટીવાય અને એસવાય બીકોમના મળીને કુલ 15 હજાર વિદ્યાર્થીઓ થાય છે. આ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાયું છે, પણ તેમની પ્રવેશ કાર્યવાહી હજુ કરાઈ નથી. પ્રવેશ કાર્યવાહી વગર જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી પૂરી ન થવાના કારણે તેમના બસ પાસ નીકળી રહ્યા નથી. કારણ કે તેમની પાસે ફી ભર્યાની રીસપ્ટ નથી. વિદ્યાર્થીઓના બસ પાસ નહિ નીકળી શકતા હોવાથી ગ્રામ્યના વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હોવાની ફરીયાદો ઊઠી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના લાઇબ્રેરી કાર્ડ પણ ઇસ્યુ થઇ રહ્યા નથી. જેના કારણે વિદ્યાર્થીઓ હંસા મહેતા લાઇબ્રેરીનો ઉપયોગ પણ કરી શકતા નથી.

યુનિવર્સિટી પેવેલિયન શરૂ થઇ ગયું છે ત્યારે જે વિદ્યાર્થીઓને પેવેલીયન ખાતે સ્પોર્ટસ માટે પ્રવેશ લેવાની સમસ્યા પણ ઉભી થઇ છે. વિદ્યાર્થીઓને વિવિધ રમતોમાં પ્રવેશ પણ મળી રહ્યો નથી. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ટીવાય બીકોમમાં 60 દિવસ એસવાયના 45 દિવસ અભ્યાસના થયા પછી પણ પ્રવેશ કાર્યવાહી કરવામાં ના આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહેલી તકે પ્રવેશ કાર્યવાહી કરાઇ તેવી માંગણી પણ ઉઠી છે.

બસના પાસ ન નીકળતા વિદ્યાર્થીઓને મુશ્કેલી
એસવાય-ટીવાય બીકોમના વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી વિદ્યાર્થીઓના બસ પાસ પણ નીકળી રહ્યા નથી. વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો જ તેમને ફી રિસિપ્ટ મળે અને તેના આધારે તેમના બસ પાસ નીકળી શકે તેમ છે. બસ પાસ ન મળવાથી પણ સંખ્યાબંધ વિદ્યાર્થીઓ કોલેજમાં ઓફલાઇન અભ્યાસ માટે આવી રહ્યા નથી. થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓ દ્વારા બસ પાસના મુદ્દે રજૂઆતો પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...