તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CBSE:આ વર્ષે અભ્યાસ ક્રમ કપાશે નહીં, નવા ટોપિક્સ ઉમેરાયા

વડોદરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • CBSEએ ધોરણ-9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ક્રમ જાહેર કર્યો

દેશમાં કોરોનાના કેસ ફરી વખત વિદ્યાર્થીઓ ઓનલાઈન મોડમાં ક્લાસ લઈ રહ્યા છે, ત્યારે સીબીએસઈને નવા એકેડમિક યર 2021-2022 માટે સિલેબસ જાહેર કર્યો છે. આ સિલેબસ ધોરણ 9, 10, 11 અને 12 માટે જાહેર કરવામાં આવ્યa છે. જે અનુસાર 2021-2022માટે જે સિલેબસ આવ્યો છે તેમાં કોઈ પણ પણ પ્રકારનો કાપ મુકવામાં આવ્યો નથી એટલે કે, કોવિડ 19ની મહામારીને જોતા સીબીએસઈએ ગયા એકેડેમિક યરમાં સિલેબસ 30 ટકા ઓછો કર્યો હતો પરંતુ આ કાપ નવા એકેડેમિક યરમાં અમલમાં મુકવામાં આવ્યો નથી.

કોમ્પિટિટિવ એક્ઝામ માટે ફાયદાકારક
નીટ એક્ઝામ માટે વિદ્યાર્થીઓને કોર્સના કાપવાથી કોઈ ફાયદો નહીં થાય. કારણ કે, નીટ માટે વિદ્યાર્થીઓને આખો કોર્સ વાંચવાનો રહેશે. આ રીતે આખો કોર્સના કારણે વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામમાં ફાયદો મળશે. 2020માં તેમને સ્કૂલ માટે અલગ અલગ કોમ્પિટીટીવ એક્ઝામ માટે અલગ તૈયાર કરવી પડી હતી, પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓને બંને વસ્તુ એક સાથે કરી શકશે. જ્યારે ટીચર્સ અને વિદ્યાર્થી ઓનલાઈન ક્લાસમાં જ એક્સરસાઈઝનો અભ્યાસ થઈ ચુક્યો છે. એવામાં જો સ્થિતિ વધારે બગડે તો કોર્સ ઓનલાઈન કરવાનો પ્રોબ્લેમનું કારણ નહીં બને.

જૂની પેટર્નના ચેપ્ટર ઉમેરવામાં આવ્યા
2019-20માં જે સિલેબસ હતો તે જ સિલેબસ છે. પરંતુ જે ચેપ્ટર્સ 2020માં હટાવવામાં આવ્યા હતાં તે ફરી વખત ઉમેરાયા છે. અત્યારે વિષયોને જોવામાં આવે તો એવરેજ 15થી 18 ટકા ટોપિક્સ ઉમેરાયા છે. કારણ કે, જુની પેર્ટનની સાથે રિવાઈઝ્ડ ચેપ્ટર્સ પણ ભણાવવામાં આવશે. ઉદાહરણ તરીકે પોલિટિકલ સાયન્સમાં ડેમોક્રેટિક ડિસઓર્ડરનું ચેમ્પટર હવે ડેમોક્રેટિક રિસર્જેસ અને અપસર્જ નામથી આવશે. નવો અભ્યાસ ક્રમમાં 120 દિવસમાં પુરો થશે જ્યારે જુનો 100 દિવસમાં પુરો થઈ જાય છે.

ક્વેશ્ચન બેન્ક તૈયાર કરવામાં આવ્યા
બોર્ડના સિલેબસ પ્રમાણે વિદ્યાર્થીઓને તમામ વસ્તુઓ ભણાવવી પડશે. એવામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે ક્વેશ્ચન બેન્ક તૈયાર કરવામાં આવી છે. જેના દ્વારા તેઓ કોર્સ પુરો કરી શકે છે. જેમાં 10 ધોરણનું મેથ્સ, સોશિયલ સાયન્સ, અને સાયન્સના સવાલો ઉમેરવામાં આવ્યા છે. સાથે સાથે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ફિઝિકલ એજ્યુકેશન, બિઝનેસ સ્ટડીઝ, પોલિટિકલ સાયન્સ, હિસ્ટ્રી અને સોશિયોલોજી માટે સવાલ છે. તેનાથી તેમને માર્કિંગનો અંદાજો આવી જશે. ક્વેશન બેન્ક દ્વારા વિદ્યાર્થીઓને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો