તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભ્યાસ:યુરોપિયન એક્સચેન્જ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ ઘરે બેસી ને ભાગ લશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પારૂલ યુનિ. દ્વારા ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરાયો

શહેરની પારૂલ યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ એક્સચેન્જ કલ્ચરને અનુસરવા માટે ઇનોવેટીવ ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુનિ. દ્વારા હાલમાં જ વિવિધ ઓનલાઇન ઇન્ટરનેશનલ સેમિસ્ટર એક્સચેન્જ પ્રોગ્રામની જાહેરાત કરાઇ છે. જે પારુલ યુનિવર્સિટી અને મ્લાદા બોલેસ્લેવ સ્થિત સ્કોડા ઓટો યુનિવર્સિટી વચ્ચે શરૂ થયો છે. જેમા ભારતીય વિદ્યાર્થીઓ ચેર રીપબ્લીકના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરશે.

તમામ વિદ્યાર્થીઓ આ સુવિધાનો લાભ લઇ શકે માટે યુનિવર્સિટી દ્વારા સંપુર્ણ ટ્યુશન ફી માફ કરવામાં આવી છે. આ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓને આંતરશાખાકીય અભ્યાસ કરવાની તક મળશે. જેમ કે મેનેજમેન્ટ, બીટુબી માર્કેટીંગ, ઓટોમોટીવ ઇન્ડસ્ટ્રીઝના ન્યુ ટ્રેન્ડઝ, ચેક લેન્ગવેજ અને વિદેશી વિદ્યાર્થીઓની સંસ્કૃતિ, બિઝનેસ કમ્યુનિકેશન પ્રોગ્રામ પુર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને કોર્સ સર્ટિફૅીકેટ, યુરોપીયન ક્રેડીટસ અને પીયુ ક્રેડીટ ટ્રાન્સફર મળશે. યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ રીલેશન્સના ડાયરેક્ટર ડો. પ્રીતિ નાયરે જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ 80 વિદ્યાર્થીઓને યુરોપીયન શિક્ષણનો રિયલ ટાઇમ અનુભવ આપશે.

અન્ય સમાચારો પણ છે...