તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Students Will Get Offline Education Only One Day In A Week, Students Coming Without Vaccine And Consent Form Will Not Be Given Entry.

MSUમાં ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ:વિદ્યાર્થીઓને અઠવાડિયામાં એક દિવસ જ ઓફલાઇન શિક્ષણ મળશે, વેક્સિન અને સંમતિપત્રક વિના આવનાર વિદ્યાર્થીઓને અન્ટ્રી ન અપાઇ

વડોદરા2 મહિનો પહેલા
એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે
 • એસ.વાય, ટી.વાયના 9000 વિદ્યાર્થીને અઠવાડિયામાં એક દિવસ ઓફલાઇન શિક્ષણ અપાશે, અન્ય 5 દિવસ ઓનલાઈન શિક્ષણ મળશે

વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરેક બિલ્ડિંગ પર 500 વિદ્યાર્થીઓને બોલાવવાનું આયોજન કરાયું છે. જોકે, પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. એસવાય-ટીવાયના 9 હજાર વિદ્યાર્થીઓનો અઠવાડિયામાં 1 દિવસ ઓફલાઇન અભ્યાસ માટે વારો આવશે. જ્યારે અન્ય 5 દિવસ ઓનલાઇન જ ભણવું પડશે. જોકે, જે વિદ્યાર્થીએ વેક્સિન લીધી નહીં હોય તેને એન્ટ્રી આપવામાં આવતી નથી. 474 દિવસ બાદ કોમર્સના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ઓફલાઇન શરૂ થયું છે.

15 જુલાઇથી ઓફલાઇન શિક્ષણ શરૂ થઇ શક્યું નહોતું
ફેબ્રુઆરીમાં એમકોમમાં ઓફલાઇન શિક્ષણ થોડા સમય માટે શરૂ કરાયું હતું. જોકે, વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા તથા પરીક્ષા આવી જતાં ઓફલાઇન શિક્ષણ બંધ થયું હતું. કોરોનાના બીજા વેવના પગલે ફરી સમગ્ર અભ્યાસ ઓનલાઇન પર ફોકસ થઇ ગયો હતો. કોરોના કેસો ઘટવાના કારણે રાજ્ય સરકારે 15 જુલાઇથી કોલેજ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જોકે, યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી સત્તાધીશોની કોઇ તૈયારી ન હોવાના કારણે 15 જુલાઇથી ઓફલાઇન શિક્ષણ શરૂ થઇ શક્યું નહોતું.

દરેક બિલ્ડિંગ પર 500 વિદ્યાર્થીઓને બોલાવવાનું આયોજન કરાયું છે
દરેક બિલ્ડિંગ પર 500 વિદ્યાર્થીઓને બોલાવવાનું આયોજન કરાયું છે

એસવાય અને ટીવાય બીકોમના વર્ગો શરૂ થયા
જોકે, હવે યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી કોમર્સમાં આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે. જે વિદ્યાર્થીઓ સંમતિપત્રક લઇને આવ્યા હતા તથા વેક્સિન લીધી હતી, તેમને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ, યુનિટ બિલ્ડિંગ અને ગર્લ્સ કોલેજ ખાતે ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. એસવાય અને ટીવાય બીકોમના વર્ગો શરૂ થયા છે.

આવી વ્યવસ્થા ગોઠવાઈ

 • ટીવાય બીકોમનો સમય સવારે 7.30 થી 10.30 વાગ્યા સુધી (વિદ્યાર્થીઓની સંખ્યા-4000)
 • એસવાય બીકોમનો સમય સવારે 11થી 1 વાગ્યા સુધી (વિદ્યાર્થીઓની સંખ્યા-5000)
 • મેઇન બિલ્ડિંગ અને યુનિટ બિલ્ડિંગમાં 14 ક્લાસ રૂમ, 100ની કેપેસિટી, 50 વિદ્યાર્થીઓને બેસાડાશે
 • ગર્લ્સ કોલેજમાં 9 ક્લાસ રૂમ, 100ની કેપેસિટી, 50 વિદ્યાર્થીઓને બેસાડાશે
 • રોજ 500ને રોલ નંબર પ્રમાણે બોલાવાશે. ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ ચાલુ રખાશે.
 • વાલીઓના સંમતિપત્રકો અને વેક્સિન સર્ટિફિકેટ વગર વિદ્યાર્થીને પ્રવેશ અપાશે નહીં
 • દરેક બિલ્ડિંગની કેપેસિટી 1 હજારની છે, જોકે સોશિયલ ડિસ્ટન્સિંગના પગલે 500ને જ બોલાવાશે.
 • ટીવાય બીકોમના વર્ગો પૂરા થયા પછી ક્લાસરૂમ સેનેટાઇઝ કરીને એસવાયના વર્ગો શરૂ કરાશે. કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ, યુનિટ બિલ્ડિંગ અને ગર્લ્સ કોલેજ ખાતે ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે

SY B.Comના વિદ્યાર્થીઓ પ્રથમવાર કોલેજમાં અભ્યાસ કરશે
ગત વર્ષે કોરોના મહામારીના કારણે લોકડાઉન પછી સતત ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેના પગલે એફવાય બીકોમમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓનું સમગ્ર વર્ષ ઓનલાઇન શિક્ષણમાં જ પસાર થયું હતું. હવે બીજા વર્ષમાં પ્રવેશ લીધો છે. આ વિદ્યાર્થીઓ આજથી શરૂ થતા ઓફલાઇન વર્ગો માટે હાજર રહ્યા છે. સાયન્સ ફેકલ્ટીમાં ટીવાય અને એમએસસીના વર્ગો શરૂ કરાયા છે. આજે અંદાજે 800 વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ માટે બોલાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...