રાહત:મ.સ.યુનિ.માં વિદ્યાર્થીઓ 2 ઇન્સ્ટોલમેન્ટમાં ફી ભરી શકશે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુનિ.ના 50 હજાર જેટલા વિદ્યાર્થીઓને ફાયદો થશે

MSUમાં વિદ્યાર્થીઓને પ્રવેશ લેતી વખતે એક સાથે નહીં, પરંતુ બે હપ્તામાં ફી ભરી શકે તે માટે નિર્ણય લેવાયો છે. જેના પગલે 50,000 વિદ્યાર્થીઓને ફાયદો થશે. ગત વર્ષે કોરોનાને પગલે લોકોની આર્થિક હાલત બગડી હતી તે સમયે પણ યુનિવર્સિટી દ્વારા ફીના ઇન્સ્ટોલમેન્ટ કરાયા હતા. ગત વર્ષે કોરોનાને પગલે લોકોની આર્થિક સ્થિતિ બગડી હતી, જેથી યુનિ. સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓને ઇન્સ્ટોલમેન્ટમાં ફી ભરી આપવાની સુવિધા કરી આપી હતી.

સતત બીજા વર્ષે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને બે હપ્તામાં ફી ભરવાની સુવિધા કરી અપાઈ છે. યુનિવર્સિટીમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓ એક સાથે આખા વર્ષની પણ ભરી શકે છે, પરંતુ જો તેમને ઇન્સ્ટોલમેન્ટનો ઓપ્શન જોઈતો હોય તો પણ મળી શકે છે. એપ્રિલ મહિનામાં આવેલી કોરોનાની બીજી લહેરના પગલે ફરી એકવાર આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ હતી, તેવા સમયે યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવી છે.

FYBScના ઓનલાઈન ક્લાસ શરૂ કરાયા
એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષની શરૂઆત કરી દેવામાં આવી છે. દિવાળી પહેલાં કોર્સ શરૂ કરી શકાય તેવા આશયથી એફવાય બીએસસી શરૂ કરી દેવામાં આવ્યું છે. જે 70 ટકા વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે, તેમના ઓનલાઈન ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે, બાકી 30 ટકા વિદ્યાર્થીઓ જ્યારે ફી ભરશે ત્યારે તેઓ ઓનલાઈન ક્લાસમાં લેક્ચરર એટેન્ડ કરી શકશે.

અંદાજિત 600 જેટલા વિદ્યાર્થીઓના ઓનલાઈન લેક્ચર શરૂ કરી દેવામાં આવ્યાં છે. જે વિદ્યાર્થીઓ પછીથી પ્રવેશ લેશે તેમને િરવિઝન દ્વારા જે પણ અભ્યાસક્રમ તેમનો છૂટી ગયો હશે તે ભણાવાશે. દિવાળી પછી વિદ્યાર્થીઓને ઓફલાઈન અભ્યાસ માટે બોલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...