• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Students' Union AGSU's Dharna With Demand To Cancel The Decision Of Mass Promotion In MS Uni Of Vadodara, Demanded To Take Online Exam

માસ પ્રમોશનનો વિરોધ:વડોદરાની MS યુનિ.માં માસ પ્રમોશનનો નિર્ણય રદ્દ કરવાની માગ સાથે વિદ્યાર્થી સંગઠન AGSUના ધરણાં, ઓનલાઇન પરીક્ષા લેવાની માગ કરી

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એજીએસયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા માસ પ્રમોશનના વિરોધમાં યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ધરણાં કર્યાં હતા - Divya Bhaskar
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એજીએસયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા માસ પ્રમોશનના વિરોધમાં યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ધરણાં કર્યાં હતા
  • વિદ્યાર્થી સંગઠને માસ પ્રમોશનનો નિર્ણય રદ્દ કરવાની માગ સાથે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચારો કર્યાં

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એજીએસયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા માસ પ્રમોશનના વિરોધમાં યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ધરણાં કર્યાં હતા અને સૂત્રોચ્ચારો કરીને વિરોધ વ્યક્ત કરવામા કર્યો હતો. વિદ્યાર્થી સંગઠને માસ પ્રમોશનનો નિર્ણય રદ્દ કરીને ઓનલાઇન પરીક્ષા લેવાની માગણી કરી હતી.

વિદ્યાર્થીઓએ પ્રમોશન રદ્દ કરવાની ઉગ્ર માગ કરી
કોરોનાની મહામારીના પગલે સરકાર દ્વારા ધોરણ 1થી 10 અને 11 તેમજ યુનિવર્સિટીમાં વિવિધ કેટેગરીમાં માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યુ છે. એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન દ્વારા માસ પ્રમોશનનો નિર્ણય રદ્દ કરવાની માગ સાથે આજે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ધરણા કર્યાં હતા અને માસ પ્રમોશન રદ્દ કરવાની ઉગ્ર માગણી કરવામાં આવી હતી. વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવા માટેની માગ પણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થી સંગઠને માસ પ્રમોશન રદ્દ કરીને ઓનલાઇન પરીક્ષા લેવાની માગણી કરી હતી
વિદ્યાર્થી સંગઠને માસ પ્રમોશન રદ્દ કરીને ઓનલાઇન પરીક્ષા લેવાની માગણી કરી હતી

અગાઉ વિદ્યાર્થીઓએ કેમ્પસમાં શાકભાજી વેચીને વિરોધ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની જશે અને વિદ્યાર્થીઓને શાકભાજી વેચવાનો વખત આવશે. તેવી લાગણી વ્યક્ત કરી વિદ્યાર્થીઓ દ્વારા માસ પ્રમોશનના વિરોધ માટે યુનિવર્સિટી કેમ્પસમાં શાકભાજી વેચાણ કરીને વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.

વિજિલન્સે વિદ્યાર્થીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો
દરમિયાન આજે વિદ્યાર્થી સંગઠન દ્વારા માસ પ્રમોશનના વિરોધમાં ધરણાં કરીને માસ પ્રમોશનનો નિર્ણય રદ્દ કરવા માટે ઉગ્ર માગણી કરી હતી. તે સાથે વીસીને પણ રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થી સંગઠનનો વિરોધ ઉગ્ર ન બને તે માટે યુનિવર્સિટી વિજિલન્સ દ્વારા વિદ્યાર્થીઓને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...