તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:MComમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતાં વિદ્યાર્થીઓ અટવાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગયા વર્ષે પણ એડમિશનમાં વિલંબ થયો હતો

એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રિવિયસમાં હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં પણ હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. ગયા વર્ષે પણ કોરોનાને કારણે પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થયો હતો.

ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેર પછી ગત જૂન મહિનાથી કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 2 મહિનાથી કોરોનાના કેસોમાં રાહત હોવા છતાં પણ ફેકલ્ટી સ્તરે વિદ્યાર્થીઓના પ્રવેશને લગતી પ્રક્રિયાઓમાં વિલંબ થઇ રહ્યો છે. છેક ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો તેમ છતાં પણ એમકોમ પ્રિવિયસમાં પ્રવેશ પ્રક્રિયા થઈ નથી. જેને કારણે 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. અનેક વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં પ્રવેશ લેવા મજબૂર બની રહ્યા છે. જોકે જે વિદ્યાર્થીઓને ખાનગી કોલેજની ફી પોસાય તેમ નથી તે પ્રવેશ માટેની રાહ જોઇને બેસી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...