તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:સોશિયલ મીડિયા થકી મીડ સેમમાં ચોરી કરતા વિદ્યાર્થી, 10 થી 15 જેટલાં સોશિયલ મીડિયાનાં ગ્રૂપ સક્રિય

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોમર્સમાં પેપર શરૂ થાય તે સાથે જવાબ મૂકાય છે

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટી ચાલતી સેમિસ્ટર પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ ચોરી કરવામાં આવી રહી છે. ઓનલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીઓ મોબાઇલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને જવાબ લખવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલી ઓનલાઇન પરીક્ષા ફારસરૂપ સાબિત થઈ રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ ચોરી કરાઈ રહી હોવાના કિસ્સા બહાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર ગ્રૂપ બનાવી પેપર શરૂ થાય તે સમયે જ તેમાં જવાબ મૂકાઈ રહ્યા છે. કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષની મીડ સેમેસ્ટરની પરીક્ષા ચાલી રહી છે.

જેમાં આવાં 10 થી 15 જેટલાં સોશિયલ મીડિયાનાં ગ્રૂપ સક્રિય છે, જેમાં વિદ્યાર્થીઓ પેપર મૂકીને જવાબો લખી રહ્યા છે. એક ગ્રૂપમાં બસોથી અઢીસો જેટલા વિદ્યાર્થીઓ ચોરી કરી રહ્યા છે. ફેકલ્ટીના સત્તાધીશો અને યુનિવર્સિટી સત્તાધીશો વિદ્યાર્થીઓના ગ્રૂપ પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. એફવાય સિવાયની અન્ય પરીક્ષામાં પણ આ પ્રકારે વિવિધ સોશિયલ મીડિયાના ગ્રૂપ બનાવીને ચોરી કરાય છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ઓનલાઇન પરીક્ષા સેફ હોવાની અને કોઈ પ્રકારની ગેરરીતિ રોકવા કમ્પ્યૂટર વિભાગ સક્ષમ હોવાના દાવા પોકળ સાબિત થયા છે.

જે જવાબદાર તેની સામે પગલાં ભરાશે
જો આ પ્રકારે ચોરી થતી હશે તો તેની સામે પગલાં ભરાશે. સિસ્ટમ એવી રીતે ગોઠવવામાં આવી છે કે વિદ્યાર્થીઓ ચોરી ન કરી શકે, પરંતુ કોઇ રસ્તો શોધીને વિદ્યાર્થીઓ ચોરી કરી રહ્યા હશે તો તેમની સામે કડક કાર્યવાગી કરાશે. - કે.એમ. ચુડાસમા, રજિસ્ટ્રાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો