ચિઠ્ઠી મૂકી ઘર છોડ્યું:અભ્યાસ અંગે પરિવારે ઠપકો આપતાં છાત્રાનો ગૃહત્યાગ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કારેલીબાગમાં 11માની છાત્રાએ ચિઠ્ઠી મૂકી ઘર છોડ્યું
  • પોલીસે અપહરણની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી

કારેલીબાગમાં રહેતી 16 વર્ષની સગીરાએ પોતાનું ઘર છોડ્યું હતું. સગીરાએ પરિવારજનો તેને અભ્યાસ બાબતે તેમજ અન્ય બાબતે ઠપકો આપતા હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરી ઘર છોડી નીકળી જતા પોલીસે અપહરણની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. કારેલીબાગ વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. તેઓના પરિવારમાં એક પુત્ર અને બે પુત્રીઓ છે. જેમાં મોટી પુત્રી ધોરણ 11માં હાથીખાના રોડ પર આવેલી શાળામાં અભ્યાસ કરે છે. તેની ગત 15મી તારીખે જ્યારે ઘરમાં બધા સુઈ ગયા હતા. તે સમયે મોટી પુત્રી ગાયબ જણાઈ હતી. પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ તેણી મળી આવી ન હતી. મકાન નજીક આવેલા એક મકાનમાં લાગેલા સીસીટીવી ફુટેજ તપાસ કરતા પુત્રી સ્કૂલ બેગ લઈ મકાન નજીકથી જતી નજરે પડી હતી. ઘરમાંથી નીકળી ગયેલી પુત્રીએ એક નોટ લખી હતી. જેમાં તેણે ઘરમાં પરિવારજનો અભ્યાસ બાબતે ઠપકો અને તારામાં કોઈ આવડત નથી તેમ કહી હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કરતા હોવાથી પોલીસે પિતાની ફરિયાદના આધારે અપહરણના ગુના હેઠળ ફરિયાદ લઈ તેની શોધખોળ હાથ ધરી છે. સગીરા તેના દસ્તાવેજ લઈને પણ ગઈ હતી. જેથી કોઈ વ્યક્તિએ તેનું લગ્નની લાલચે પણ અપહરણ કર્યું હોઇ શકે તેમ માની પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...