ગર્લ્સ હોસ્ટેલનો સમય વધારવા હોબાળો:વડોદરાની MS યુનિ.માં વિવિધ માંગણીઓને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ, જૂતા ફેંકાયા, 1 વિદ્યાર્થી બેભાન

વડોદરાએક મહિનો પહેલા

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી ખાતે ગર્લ્સ હોસ્ટેલના સમય તેમજ અન્ય માંગણીઓને લઈને આજે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા ચીફ વર્ડનની ઓફિસે ધારણા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા બે જૂતા ફેંકવામાં આવ્યા હતા. તેમજ સુરક્ષામાં હાજર વિજિલન્સ સાથે ધક્કા મુક્કી થતાં એક વિદ્યાર્થી બેભાન થઈ જતા તેને એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવાયો હતો.

ગર્લ્સ હોસ્ટેલનો સમય વધારવા માંગ
શિક્ષણ માટે પ્રખ્યાત વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી તેના વિવાદોને કારણે ચર્ચામાં છે. એમ.એસ. યુનિવર્સિટીમાં આજે વિદ્યાર્થી સંગઠનો VVS, AGSU, AISA ગ્રુપ દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં આવવાનો સમય 9:00 વાગ્યાથી વધારી 11 વાગ્યા સુધી કરવા, 24 કલાક લાઇબ્રેરી ખુલ્લી રાખવા તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં સફાઈને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ દ્વારા બે જૂતા ફેંકવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા બે જૂતા ફેંકવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓ- યુનિ.ના વિજિલન્સ સ્ટાફ વચ્ચે ઝપાઝપી
વિદ્યાર્થી સંગઠનો જ્યારે તેમના મુદ્દાઓને લઈને હોસ્ટેલના ચીફ વોર્ડન ડોક્ટર વિજય પરમારની ઓફિસ ખાતે પહોંચ્યા હતા, ત્યારે ત્યાં મોટી સંખ્યામાં વિજિલન્સ તેમજ પોલીસનો સ્ટાફ પણ હાજર હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના વિજિલન્સ સ્ટાફ વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણ સર્જાયું હતું. જેથી સાયન્સ ફેકલ્ટીના AISA ગ્રુપના વિદ્યાર્થી નેતા તેજસ સોલંકી બેભાન થઈ ગયા હતા અને તેઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી.

એક વિદ્યાર્થી બેભાન થઈ જતા તેને એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવાયો હતો.
એક વિદ્યાર્થી બેભાન થઈ જતા તેને એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવાયો હતો.

ચીફ વોર્ડને માંગણીઓ સંતોષવાની ખાતરી આપી
આખરે ચીફ વોર્ડન વિજય પરમારે તમામ વિદ્યાર્થીઓની વાત સાંભળી હતી અને આગામી દિવસોમાં સફાઇના મુદ્દે ચકાસણી કરતા રહીશું તેમ જણાવ્યું હતું અને ગર્લ્સ હોસ્ટેલનો સમય વધારવા મુદ્દે સત્તાધિશો સમક્ષ રજૂઆતો કરવાની પણ ખાતરી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળી ગયા હતા.

7 હજારમાં ફાઈવ સ્ટાર સુવિધાઓ ન હોય
પોતાની રજૂઆત કરવા આવેલી વિદ્યાર્થિની દિશા માવતીયા જણાવ્યું હતું કે હોસ્ટેલમાં સાફ-સફાઈ સારી રીતે રાખવામાં આવતી નથી. હોસ્ટેલની મહિલા વોર્ડન એવું પણ કહે છે કે, તમે તો 7000 રૂપિયા ફી ભરો છો, તો ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ અહીંયા ના હોય.

ગર્લ્સ હોસ્ટેલનો સમય વધારવા હોબાળો થયો હતો.
ગર્લ્સ હોસ્ટેલનો સમય વધારવા હોબાળો થયો હતો.

લાઇબ્રેરીની સુવિધા 24 કલાક આપવા માંગ
વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે, અમે મેરીટના આધારે અહીં એડમિશન મળ્યું છે, તો વર્ડન અમને આવી રીતે ફીના મામલે ધમકાવી ન શકે. સાથે જ વિદ્યાર્થિનીઓની માંગણી છે કે, લાઇબ્રેરીની સુવિધા 24 કલાક આપવામાં આવે તેમજ જે વિદ્યાર્થિનીઓને અભ્યાસ માટે મોડે સુધી બહાર રહેવું પડતું હોય તેમને પણ રાત્રે 11 વાગ્યા સુધી હોસ્ટેલમાં પ્રવેશ આપવો જોઈએ.

પોતાની રજૂઆત કરવા આવેલી વિદ્યાર્થિની દિશા માવતીયા.
પોતાની રજૂઆત કરવા આવેલી વિદ્યાર્થિની દિશા માવતીયા.
એક વિદ્યાર્થી બેભાન થઈ જતા એમ્બ્યુલન્સ આવી હતી.
એક વિદ્યાર્થી બેભાન થઈ જતા એમ્બ્યુલન્સ આવી હતી.
અન્ય સમાચારો પણ છે...