શહેરની સંસ્થા દ્વારા આત્મહત્યા નિવારણ માટે અતુલ્ય અભિવાદન અભિયાન શરૂ કરવામાં આવશે. જે પૂર્વી ભીમાણી દ્વારા શરૂ કરાશે. પૂર્વી ભીમાણી પોતે સાયકોલોજિકલ કાઉન્સિલર છે. છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના કેસ વધતા જોઈ તેમણે આ અભિયાન શરૂ કરવાનું વિચાર્યુ. તા. 15 મી મે થી અભિયાન શરૂ કરવામાં આવશે.
અતુલ્ય અભિયાન દ્વારા દરેક પ્રકારના કલા-કૌશલ્ય અને જ્ઞાન ધરાવતા વ્યક્તિઓને પાસે તેમની શક્તિનું પરીક્ષણ કરી આવનારી પેઢીના નવા શિક્ષકો તૈયાર કરી તેનું અભિવાદન પણ કરવામાં આવશે. જે અંતર્ગત વિવિધ શાળા-કોલેજોને અભિયાનમાં જોડવામાં આવશે. શાળા-કોલેજોમાં જઈ બાળકો સાથે શિક્ષકો અને વાલીઓને ટ્રેનિંગ આપવામાં આવશે.
જેમાં આત્મહત્યાને રોકવા માટે વ્યક્તિને કઈ રીતે સમજાવવા તે અંગે ટ્રેનિંગ આપવામાં આવનાર છે. જેમાં હાલમાં શહેરની 120 શાળાઓ જોડાઈ છે. તેમજ ટ્રેનિંગ સાથે ક્વિઝ, પરીક્ષા, એવોર્ડ સમારંભ, ઈનામ જેવા કાર્યક્રમો યોજાશે.
અભિયાનમાં હાલમાં કુલ 50 લોકોની ટીમ જોડાઈ ચૂકી છે. શહેરની કોઈપણ વ્યક્તિ આ અભિયાનમાં જોડાઈ શકે છે. જે વ્યક્તિ જોડાવા માંગતી હોય તેણે વેબસાઇટ www.atulyaabhivan.com દ્વારા સંસ્થાનો સંપર્ક કરી અભિયાનમાં જોડાઇ શકે છે.
આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે, અભિયાનમાં વધુમાં વધુ લોકોને જોડી જિંદગીઓ બચાવાશે
પૂર્વી ભીમાણીએ જણાવ્યું હતું કે હું પોતે સાયકોલોજિકલ કાઉન્સિલર છું તેથી આત્મહત્યાના કેસ મારી પાસે આવતા જ રહે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી મેં જોયું કે કેસનું પ્રમાણ ઘણું વધી ગયું છે. અને હું કાઉન્સિલર હોવા છતાં હું કંઈ જ ન કરી શકી.
તેથી મને વિચાર આવ્યો કે આ વિષય માટે શહેરના દરેક લોકોને સાથે જોડી એક અભિયાન શરૂ કરીશ. જેથી આત્મહત્યા કરતા લોકોને અટકાવી શકાય. બાળકને તો સમજાવવું જરૂરી જ છે. પરંતુ અત્યારે માતા-પિતા પણ આત્મહત્યા કરી રહ્યાં છે.
અત્યારસુધી હું એકલી તો આત્મહત્યા નિવારણ માટે પ્રયત્ન કરતી જ હતી પણ જો વધુને વધુ વ્યક્તિઓ આ કાર્યમાં જોડાઈ તો કદાચ કોઈ વ્યક્તિ આત્મહત્યા સુધી પહોંચી જ ન શકે. અને આ કાર્ય સંપૂર્ણપણે સેવાકીય રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.