પાદરામાં બનેલી કિશોર વિદ્યાર્થીએ ઉઠાવી લેવાની ઘટનાનો મામલો સામે આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો નાટ્યાત્મક અંત આવ્યો છે. કિશોરે ચોરીની ઘટના છુપાવવા ખોટું કાવતરું રચ્યું હતું. 15 વર્ષીય કિશોરે અપહરણ કરી કેનાલમાં ડૂબી જવાનું કાવતરું રચ્યું હતું. અપહરણ કરી કેનાલમાં ફેંકી દેવાના હાઈવોલ્ટેજ ડ્રામાં રચી પોલીસેને કલાકો દોડાવી હતી. સગા ને ત્યાં ચોરી કરી હતી. તે ઘટના છુંપાવવા માટે કેનાલમાં ફેંકી દેવાની ઘટનાનો કિમિયો રચ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. બાળકોના પરિવારને ચેતવણી રૂપ કિસ્સાનો આખરે અંત આવ્યો છે.
ખેડૂતે દોરડું નાંખી બચાવ્યો
મળેલી માહિતી પ્રમાણે પાદરા નગરમાં આવેલી જાણીતી હાઇસ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બે વ્યક્તિઓ મોટર સાઇકલ ઉપર અપહરણ કરીને નગરના છેવાડે પાતળીયા હનુમાન મંદિર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો. નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવેલા વિદ્યાર્થીઓએ બચવા માટે ચિસો પાડી હતી. ડૂબી રહેલા વિદ્યાર્થીની ચિસો સાંભળી કેનાલ પાસે ખેતરમાં કામ કરતો એક ખેડૂત આવી પહોંચ્યો હતો. અને નર્મદાના વહેતા પાણીમાં ડૂબી રહેલા વિદ્યાર્થીને દોરડું નાંખી બચાવી લીધો હતો.
કડક કાર્યવાહી કરવા માંગ
દરમિયાન આ બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓ દોડી આવ્યા હતા. તે સાથે વિદ્યાર્થીના મિત્રો અને ફળિયામાં રેહતા લોકો પણ કેનાલ ખાતે દોડી આવ્યા હતા. તે સાથે પાદરા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. પરિવારે પોલીસને રજૂઆત કરી હતી કે, મારા દીકરાને બે વ્યક્તિઓ મોટર સાઇકલ ઉપર અપહરણ કરીને કેનાલ ખાતે લઇ ગયા હતા. અને તેને કેનાલમાં ધક્કો મારી હત્યાનો પ્રયાસ કર્યો છે. સદભાગ્યે તે બચી ગયો છે. પરંતુ, આરોપીઓને શોધી કાઢી કડક કાર્યવાહી થવી જોઇએ.
પરિવારજનોનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું
પાદરના નગરમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે પાદરા પોલીસ દ્વારા પરિવારના આક્ષેપના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ-પ્રકરણમાં આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. જોકે આ બનાવ અંગે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ, પરિવારજનોનું ટોળું પોલીસ મથકે પહોંચી ગયું હતું. અને આરોપીને ઝડપી પાડવાની ઉગ્ર માંગ કરી હતી.
પોલીસ દ્વારા પૂછપરછ શરૂ
મળેલી માહિતી પ્રમાણે પાદરા પોલીસ મથકના પી.આઇ. કે. જે. ઝાલાએ કેનાલમાં ધક્કો મારીને ફેંકી દેવાયેલા યુવાન, આ બનાવ સંદર્ભમાં એક યુવતીને બોલાવી પૂછપરછ શરૂ કરી છે. ઉપરાંત પોલીસે યુવતીના જુના પ્રેમીની શોધખોળ શરૂ કરી છે. પાદરા પી.આઇ. કે. જે. ઝાલાએ જણાવ્યું હતું કે, બનાવની સત્ય હકીકત બહાર લાવવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. તપાસ બાદ જે વિગતો બહાર આવશે ત્યાર બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.