તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Student Refused To Give LC Of Photon School Without Paying Fees, The Guardian Said: My Son Has Been Mentally Expelled From School Due To Mental Torture In Vadodara

આમરણાંત ઉપવાસ આંદોલન:વડોદરામાં વિદ્યાર્થીએ ફી ન ભરતા ફોટોન સ્કૂલનો LC આપવાનો ઇન્કાર, વાલીએ કહ્યું: 'મારા દીકરાને માનસિક ત્રાસ આપી સ્કૂલમાંથી હાંકી કાઢ્યો છે'

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફોટોન સ્કૂલ સંચાલકોએ એલસી ન આપતા વિદ્યાર્થી સહિત પરિવારે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર આમરણાંત ઉપવાસ શરૂ કર્યાં છે - Divya Bhaskar
ફોટોન સ્કૂલ સંચાલકોએ એલસી ન આપતા વિદ્યાર્થી સહિત પરિવારે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર આમરણાંત ઉપવાસ શરૂ કર્યાં છે
  • વિદ્યાર્થીના વાલી કહે છે કે, સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમના બદલે ગુજરાતી મીડિયમના શિક્ષકો અભ્યાસ કરાવે છે
  • વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કહે છે કે, સ્કૂલની દાદાગીરી નથી, પણ શિક્ષકો નહીં હોય તો, અમે કાર્યવાહી કરીશું

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ફોટોન સ્કૂલના વિદ્યાર્થીએ ફી ન ભરતા સંચાલકો દ્વારા એલસી ન આપવાનો ઇન્કાર કર્યો હતો.જેથી વિદ્યાર્થી સહિત પરિવારે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર આમરણાંત ઉપવાસ શરૂ કર્યાં છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે, સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમના ટીચરોએ શિક્ષણ આપવાને બદલે ગુજરાતી મીડિયમના શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું. આ અંગે ડીઇઓ કચેરીમાં સ્કૂલ સામે અનેક વખત રજૂઆત કરવા છતાં પગલા ભરવામાં ન આવતા ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવાની ફરજ પડી છે.

મકરપુરાની ફોટોન સ્કૂલમાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે
વડોદરા શહેરના તરસાલી 105, દેસાઇનગર સોસાયટીમાં એસ.ડી. વાઘેલા પરિવાર સાથે રહે છે. તેમનો પુત્ર મેહુલ ધો-11 સાયન્સમાં મકરપુરા ONGC ગેટની સામે આવેલી ફોટોન સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે. સ્કૂલમાં પ્રવેશ ગોત્રી ખાતે આવેલી શૈશવ સ્કૂલમાં લીધો હતો અને તેઓની ત્રીજી શાખા ફોટોન સ્કૂલ નામથી ગોત્રી શરૂ કરવામાં આવી હતી. દોઢ-બે માસ બાદ આ શાખા બંધ કરીને મકરપુરા ONGC ગેટ સામે શરૂ કરવામાં આવી છે. જેમાં પુત્ર મેહુલ હાલ અભ્યાસ કરે છે.

સ્કૂલ સંચાલકો દ્વારા મારી રજૂઆતને ધ્યાનમાં લેવાને બદલે મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો છેઃવિદ્યાર્થી
સ્કૂલ સંચાલકો દ્વારા મારી રજૂઆતને ધ્યાનમાં લેવાને બદલે મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો છેઃવિદ્યાર્થી

ઇંગ્લિશના બદલે ગુજરાતી મીડિયમના શિક્ષકો અભ્યાસ કરાવે છે
વિદ્યાર્થીના વાલી એસ.ડી. વાઘેલાએ ફોટોન સ્કૂલ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્કૂલમાં જ્યારે પુત્રનું એડમિશન લેવામાં આવ્યું હતું, ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્કૂલમાં ઉચ્ચ શિક્ષીત શિક્ષકો છે. પરંતુ, સ્કૂલમાં જ્યારે મેહુલે અભ્યાસ શરૂ કર્યો ત્યારે તેણે ઇંગ્લિશ મીડિયમના બદલે ગુજરાતી મીડિયમના શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવતો હતો.

ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખીશું
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલમાં પ્રવેશ સમયે જે શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા માટે જણાવ્યું હતું. તે પૈકી એક પણ સુવિધા પૂરી પાડવામાં આવી નથી. પુત્ર મેહુલે અવાજ ઉઠાવતા તેણે સ્કૂલ સંચાલકો દ્વારા ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મેહુલે ફી ન ભરતા સ્કૂલ દ્વારા માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે અને તેનું ભવિષ્ય બગાડવામાં આવ્યું છે. અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખીશું.

વિદ્યાર્થીએ ફી ન ભરતા સ્કૂલ દ્વારા માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હોવાનો પરિવારનો આક્ષેપ
વિદ્યાર્થીએ ફી ન ભરતા સ્કૂલ દ્વારા માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યોઃ વિદ્યાર્થી
વિદ્યાર્થી મેહુલે જણાવ્યું હતું કે, સ્કૂલમાં જ્યારે એડમિશન લીધું, ત્યારે તેઓએ સ્કૂલમાં ઉચ્ચ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવશે. પરંતુ, ઉચ્ચ શિક્ષીત શિક્ષકો સ્કૂલમાં લાવવામાં આવ્યા નથી. આ બાબતે મેં સ્કૂલમાં રજૂઆત કરી હતી. પરંતુ, સ્કૂલ સંચાલકો દ્વારા મારી રજૂઆતને ધ્યાનમાં લેવાને બદલે મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. હું છેલ્લા દોઢ વર્ષથી ઘરે છું. સ્કૂલ દ્વારા મારું ભવિષ્ય બગાડવામાં આવ્યો છે.

સ્કૂલની દાદાગીરી નથીઃ જિલ્લા શિક્ષણાધિકારી
આ અંગે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતાએ જણાવ્યું હતું કે, સ્કૂલની દાદાગીરી નથી. વાલી ઇચ્છે છે કે, અમને બતાવવામાં આવેલા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે. પરંતુ, કોઇક કારણસર શિક્ષકે રાજીનામું આપી દીધું છે. સ્કૂલનું કામ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું છે. આમ છતાં, વાલીની રજૂઆત પ્રમાણે સ્કૂલમાં શિક્ષકો નહીં હોય તો અમે તપાસ કરાવીશું અને સત્યતા જણાઇ આવશે તો અમે કાર્યવાહી કરીશું. પરિવાર દ્વારા અમોને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. પરિવાર પોતાના પ્રશ્ન માટે ઉપવાસ ઉપર બેસે તે યોગ્ય નથી.

વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતા
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતા
અન્ય સમાચારો પણ છે...