ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ફરી વિવાદમાં:વડોદરામાં વિદ્યાર્થીએ રેપના સમાચારના પેપર કટિંગથી હિન્દુ દેવતાઓના આર્ટ તૈયાર કર્યાં, મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા

વડોદરા19 દિવસ પહેલા
  • હિન્દુ અગ્રણીઓ અને ABVPના કાર્યકરોએ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં હોબાળો મચાવ્યો
  • વિદ્યાર્થીને રસ્ટીકેટ કરવા તેમજ ફેકલ્ટીના ડીનને હટાવવાની માંગ કરી
  • વિવાદ થતાં આર્ટ એક્ઝિબિશનને બંધ કરી દેવાયું

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં માં આવેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં પેપર કટિંગ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના આર્ટ તૈયાર કર્યાં હતા. એટલે કે પેપર કટિંગમાંથી હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો બનાવવામાં આવ્યા હતા જેને લઇને વિવાદ થયો છે. એક વિદ્યાર્થીએ હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી ચિત્ર બનાવ્યા હતા. તેમાં પેપર કટિંગમાં જે સમાચારો હતા તે દુષ્કર્મને લગતા સમાચારો હતા, જેથી હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી બનાવેલા ચિત્રો દુષ્કર્મના સમાચારોને લઈને વિવાદ થયો છે અને હિન્દુઓની લાગણી દુભાઈ હોવાની વાતને લઇને હોબાળો મચ્યો છે. આ ઉપરાંત મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા છે, વિવાદ વધતા સમગ્ર આર્ટ એક્ઝિબિશન બંધ કરી દેવાયું છે.

વિદ્યાર્થીને રસ્ટીકેટ કરવાની માંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, વિવાદ વધવાને કારણે એબીવીપી દ્વારા આવેદનપત્ર આપી અને આવા ચિત્ર બનાવનાર વિદ્યાર્થીને રસ્ટીકેટ કરવા તેમજ ફેકલ્ટીના ડીનને પણ હટાવવાની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન નો કાફલો પણ ફાઇન આર્ટ ફેકલ્ટી ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે.

મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા છે
મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા છે

વિદ્યાર્થીઓ ડીનની ઓફિસમાં બેસી ગયા
એબીવીપીના કાર્યકરોએ અને વિદ્યાર્થીઓ એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટીના ડીનની ઓફિસમાં બેસી ગયા છે અને તેમને બહાર કાઢવા જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.

હિન્દુ અગ્રણીઓ અને ABVPના કાર્યકરોએ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં હોબાળો મચાવ્યો
હિન્દુ અગ્રણીઓ અને ABVPના કાર્યકરોએ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં હોબાળો મચાવ્યો

અગાઉ પણ વિવાદો થઇ ચૂક્યા છે
આ પહેલા પણ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી સતત વિવાદોમાં રહી છે અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં મૂકાયેલા પેઇન્ટિંગ્સને લઇને વિવાદો સામે આવી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં ચંદ્રમોહન નામના આર્ટિસ્ટે હિન્દુ દેવી-દેવતાઓના અભદ્ર ચિત્રો અને મ્યુરલ બનાવ્યા હતા. તે સમયે પણ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખુબ જ વિવાદમાં આવી હતી.

વિદ્યાર્થીને રસ્ટીકેટ કરવા તેમજ ફેકલ્ટીના ડીનને હટાવવાની માંગ કરી છે
વિદ્યાર્થીને રસ્ટીકેટ કરવા તેમજ ફેકલ્ટીના ડીનને હટાવવાની માંગ કરી છે

પોલીસ પર હુમલો થયો નથી
મદદનીશ પોલીસ કમિશનર સામત વારોતરીયાએ જણાવ્યું હતું કે, કોઇએ ફોટો વાઇરલ કર્યાં છે. પોલીસ આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. તપાસ કર્યાં પછી ખબર પડશે ફોટો કોને વાઇરલ કર્યાં છે. પોલીસ પર હુમલો થયો નથી.

આર્ટવર્ક ફેકલ્ટીના નથી ખોટી રીતે વાઇરલ કર્યા છે
આ જે પેઇન્ટીંગનો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે તેને ફાઇન આર્ટ્સ ફેકલ્ટી સાથે કોઇ લેવા દેવા નથી. આ કોઇ પેઇન્ટીંગ બનાવવામાં આવ્યા નથી. પેઇન્ટીંગ ફેકલ્ટીના નામ પર ખોટી રીતે વાઇરલ કરવામાં આવ્યા છે. > જયરામ પોડુવાલ, ડીન, ફાઇન આર્ટ્સ

યુનિ.એ ફેક્ટ ફાઇડિંગ કમિટીની રચના કરી
ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ચિત્રોને લઇને જે વિવાદ થયો છે તેની તપાસ કરવા માટે યુનિ. દ્વારા ફેકટ ફાઇડીંગ કમિટીની રચના કરી છે જે આગામી સમયમાં તપાસ કરીને રિપોર્ટ આપશે.તેના આધારે કોઇ કસૂરવાર હશે તો તેની સામે પગલા લેવાશે. > કે.એમ.ચુડાસમા, રજિસ્ટ્રાર

ફાઇન આર્ટ્સના વિવાદો
2006
ચંદ્રમોહન દ્વારા હિન્દુ દેવી દેવતાઓના બિભત્સ ચિત્રો બનાવાયા હતા. જે વિવાદ 3 મહિના ચાલ્યો. વિદ્યાર્થી અને ડીન પન્નીકરને સસ્પેન્ડ કરાયા હતા.

2008 એક વિદ્યાર્થી દ્વારા પેઇન્ટીંગમાં અપશબ્દ લખવામાં આવ્યા હતા તેને લઇને પણ વિવાદ થયો હતો.

2017 મહિલાઓના બિભત્સ પેઇન્ટીંગ બનાવવામાં આવ્યા હતા જેના કારણે પણ ભારે વિવાદ થયો હતો.

2018 વિદ્યાર્થી ચંદ્રમોહન દ્વારા જ તેને ડિગ્રી નહિ આપના મુદે હેડ ઓફિસને આગ ચાંપી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...