• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Student Lost His Father In Corona, Passed The Exam And Said: 'I Will Fulfill My Father's Dream By Making Hotel Management Career' In Vadodara

કપરા કાળમાં સફળતા મેળવી:વડોદરામાં વિદ્યાર્થીએ કોરોનામાં પિતા ગુમાવ્યા, પરીક્ષા પાસ કરીને કહ્યું: 'હોટલ મેનેજમેન્ટમાં કરિયર બનાવી પિતાનું સપનું પૂર્ણ કરીશ'

વડોદરા23 દિવસ પહેલા
સ્વર્ગસ્થ પિતા સંજયભાઈ સાથે ધ્રુવની ફાઇલ તસવીર.
  • પિતાના મૃત્યુ બાદ અન્ય પરિવારજનોએ ખૂબ મદદ કરીઃ વિદ્યાર્થી
  • પિતાના મૃત્યુ બાદ સ્કૂલે વિદ્યાર્થીને ફીમાં 40 ટકા રાહત આપી હતી

વડોદરાના એક વિદ્યાર્થીએ કોરોનાકાળમાં પિતા ગુમાવ્યા બાદ હિંમત રાખી ધોરણ 12 કોમર્સની પરીક્ષા પાસ કરી છે અને હવે તે પિતાનું સપનું સાકાર કરવા હોટલ મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવા માગે છે.

પિતાના મૃત્યુ બાદ પરિવારજનોએ ભણવામાં મદદ કરી
વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલી ઉર્મિ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા ધ્રુવ ઠક્કરે જણાવ્યું હતું કે મારે બોર્ડની પરીક્ષામાં 51. 16 પર્સન્ટાઇલ આવ્યા છે. કોરોના દરમિયાન મારા પિતા સંજયભાઇનું મૃત્યુ થયું હતું. મારા પિતા અલકાપુરી વિસ્તારમાં એક શો રૂમમાં નોકરી કરતા હતા અને માતા ગૃહિણી છે, જેથી અમને ફી ભરવામાં પણ મુશ્કેલી આવી ત્યારે ફોઇ-ફૂવા, કાકા અને પરિવારજનોએ મદદ કરી અને સ્કૂલ દ્વારા પણ 40 ટકા ફી માફ કરવામાં આવી હતી.

ધ્રુવને બોર્ડની પરીક્ષામાં 51. 16 પર્સન્ટાઇલ આવ્યા છે.
ધ્રુવને બોર્ડની પરીક્ષામાં 51. 16 પર્સન્ટાઇલ આવ્યા છે.

પિતાનું સપનું પૂર્ણ કરીશ
ધ્રુવે જણાવ્યું હતું કે મારા પિતાનું અવસાન થતાં કપરી સ્થિતિ હતી, પરંતુ મેં અભ્યાસ જારી રાખ્યો. મારા પિતાનું સપનું હતું કે હોટલ મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવું. જેથી મારા પિતાનું આ સપનું પૂર્ણ કરવા પહેલા હું કોમર્સમાં ગ્રેજ્યુએશન કરીશ અને પછી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરીશ.

પિતાના મૃત્યુ બાદ અન્ય પરિવારજનોએ ખૂબ મદદ કરીઃ ધ્રુવ.
પિતાના મૃત્યુ બાદ અન્ય પરિવારજનોએ ખૂબ મદદ કરીઃ ધ્રુવ.

સ્કૂલે ફીમાં 40 ટકા રાહત આપી
ઉર્મિ સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિકના કો-ઓર્ડિનેટર અનિલ પહેલવાનીએ જણાવ્યું હતું કે ધ્રુવના પિતાનું કોરોનામાં અવસાન થતાં તેને ફીમાં 40 ટકા રાહત આપી હતી. ધ્રુવે 12 કોમર્સની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે.

ઉર્મિ સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિકના કો-ઓર્ડિનેટર અનિલ પહેલવાની.
ઉર્મિ સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિકના કો-ઓર્ડિનેટર અનિલ પહેલવાની.
પરિણામ બાદ ઉર્મિ સ્કૂલમાં પહોંચેલા સ્ટુડન્ટ.
પરિણામ બાદ ઉર્મિ સ્કૂલમાં પહોંચેલા સ્ટુડન્ટ.
અન્ય સમાચારો પણ છે...