તપાસ:મોબાઇલમાં ગેમ રમવા અંગે માતાએ ઠપકાે આપતાં વિદ્યાર્થિનીનો ગૃહત્યાગ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારસિયાની સગીરાને લાગી આવતાં કોઈને કહ્યા વગર જતી રહી
  • પિતાની અરજીના આધારે પોલીસ દ્વારા શોધખોળ

શહેરના વારસિયા વિસ્તારમાં રહેતી સગીરાને તેની માતાએ મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઠપકો આવતાં સગીરા ઘર છોડીને નિકળી ગઇ હતી. પોલીસે સગીરાની શોધખોળ શરુ કરી હતી. આ અંગે સગીરાના પિતાએ પોલીસને જણાવ્યું કે, તેમની 14 વર્ષની પુત્રી 10માં ધોરણમાં અભ્યાસ કરે છે.

29 તારીખે પુત્રી ઘરમાં મોબાઇલમાં ગેમ રમતી હોવાથી તેમની પત્નીએ પુત્રીને ગેમ નહી રમવા અને ઘરનું કામકાજ કરવા જણાવતાં સગીરા રીસાઇ ગઇ હતી અને સાંજના સાડા સાત વાગ્યે કોઇને કહ્યા વગર ઘરમાંથી નિકળીને જતી રહી હતી. લાંબા સમય સુધી પરત ના આવતાં ચિંતીત પરિવારે શોધખોળ કરી હતી પણ તેનો કોઇ પતો મળી શકયો ન હતો. પોલીસે સગીરાની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે સગીરાને શોધવા માટે વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...