તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Student: It Is Not Convenient To Take The Exam In The Afternoon, Sleep Comes, The Counselor Said, 'get Out Of The Habit Of Sleeping And Cultivate The Habit Of Writing'

મૂંઝવણ:વિદ્યાર્થીએ કહ્યું, ‘બપોરે પરીક્ષા આપવી અનુકૂળ નથી, ઊંઘ આવે છે’, કાઉન્સેલર બોલ્યા, ‘ઊંઘવાની ટેવ દૂર કરીને લખવાની આદત કેળ‌વો’

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 10-12ના બોર્ડના વિદ્યાર્થીઓએ કાઉન્સેલરો પાસે પોતાની મૂંઝવણ ઠાલવી
  • શાંત ચિત્તે વાંચન કરીને કોઈ પણ ડર વિના પરીક્ષા આપવા કાઉન્સેલરનું સૂચન

કોરોના મહામારીના કારણે માર્ચ મહિનામાં લેવાતી બોર્ડની પરીક્ષા ચાલુ વર્ષે મે મહિનામાં લેવામાં આવનાર છે. કોરોના કારણે આખું વર્ષ વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા નથી ત્યારે પરીક્ષા અંગે તેઓમાં મૂંઝવણ જોવા મળી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેરના શિક્ષક, મનોચિકત્સકની એક ટીમ કાઉન્સેલિંગ માટે બનાવાઈ છે. વિદ્યાર્થીઓ તેમને મૂંઝવતા પ્રશ્નો કાઉન્સેલરોને પૂછી રહ્યા છે.

વિદ્યાર્થીએ પૂછ્યું કે, કોરોનાના કારણે શાળામાં જઇ શક્યા નથી, જેથી બોર્ડની પરીક્ષા આપતાં ગભરામણ થાય છે. કાઉન્સેલર પરેશ શાહે વિદ્યાર્થીને જણાવ્યું હતું કે, ચિંતા કરવાનું છોડો, બોર્ડ દ્વારા 70 ટકા અભ્યાસક્રમ નક્કી કરાયો છે. વિદ્યાર્થીઓ બોર્ડની પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખીને તૈયારી કરશે તો જરૂર સફળતા મળશે.

બીજા એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો હતો કે, બપોરના સમયે ઘરે પ્રશ્નપત્રો લખવાની પ્રેક્ટિસ કરું છું. પણ હાથમાં પરસેવો આવે છે શું કરવું? જેના જવાબમાં કાઉન્સેલરે જણાવ્યું હતું કે, હાથમાં ટેલ્કમ પાઉડર લગાડવો. હાથ રૂમાલ સાથે રાખવો અને આત્મવિશ્વાસ સાથે જવાબ લખવા. અન્ય એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો હતો કે, સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી છું. ધોમધખતા તાપમાં પરીક્ષા આપવા જવાનું થશે તો કેવી કાળજી રાખું? કાઉન્સેલરે જણાવ્યું હતું કે, હળવાં કપડા પહેરવાનું રાખો સાથે ઠંડું પાણી કે લીંબુ પાણી લઇ જવું.

અન્ય એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો હતો કે, વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી છું. બપોરે પરીક્ષા આપવી અનુકૂળ નથી, ઊંઘ આવે છે શું કરું ? કાઉન્સેલરે સમજાવ્યું હતું કે, બપોરે ઊંઘવાની ટેવ કાઢી નાખવી અને લખવાની ટેવ પાડો.

વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો હતો કે, છાપરાવાળી સ્કૂલમાં ધોમધખતા તાપમાં નંબર આવશે તો શું કરીશું ? કાઉન્સેલરે કહ્યું કે, બોર્ડ હંમેશાં સુવિધાયુક્ત સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરે છે. દરેક પરીક્ષા સેન્ટર પર ઠંડા પાણીની વ્યવસ્થા હોય છે. અન્ય એક કાઉન્સેલર બી.એફ. રાઠોડે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી પ્રશ્ન કરી રહ્યા છે કે વાંચેલું યાદ નથી રહેતું, કોન્ફિડન્સ ગુમાવી રહ્યા છીએ. જેથી તેમને સમજાવ્યું હતું કે, શાંત ચિત્તે વાંચન કરીને કોઇ પણ પ્રકારના ગભરાહટ વગર પરીક્ષા આપવા જવાનું સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...