ક્રાઈમ:ધો.10ની પૂરક પરીક્ષામાં ફોનથી ચોરી કરતો વિદ્યાર્થી ઝડપાયો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બરોડા હાઈસ્કૂલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની પરીક્ષા દરમિયાન ઘટના બની હતી

મકરપુરા વિસ્તારની બરોડા હાઈસ્કૂલમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી મોબાઈલ ફોનથી ચોરી કરતાં ઝડપાતાં પ્રિન્સિપાલ દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિદ્યાર્થી વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મકરપુરા પોલીસના જણાવ્યા અનુસાર ઓએનજીસીમાં આવેલી બરોડા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ યાકુબ શેખે ફરિયાદ નોંધાવી છે કે, સ્કૂલમાં 27 અને 28 ઓગસ્ટના રોજ બે દિવસ ધોરણ 10ની પૂરક પરીક્ષા લેવાઈ હતી. જેમાં ધોરણ 10ના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયની પરીક્ષા સવારે 10 થી બપોરે 1:15 વાગ્યાની હતી. જેમાં એક વિદ્યાર્થી પરીક્ષા આપતી વખતે મોબાઈલ ફોનથી ચોરી કરતાં પકડી પાડ્યો હતો. આ અંગે વિદ્યાર્થીનું નિવેદન લેવામાં આવ્યું હતું. સ્કૂલના સત્તાધીશોએ વિદ્યાર્થી પાસેથી ઓપો કંપનીનો સ્માર્ટ ફોન કબજે કરી પોલીસને સોંપ્યો હતો. પોલીસે આ અંગે જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બોર્ડની કોઈ પણ પ્રકારની પરીક્ષા દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી ગેરરીતી કે અન્ય કોઈ પણ પ્રકારની અયોગ્ય રીતથી ચોરી કરતાં પકડાય તો તેની સામે કડક રાહે પગલાં ભરવા માટે ટોચના અધિકારીએ સૂચના આપેલી છે એટલે પરીક્ષા દરમયિાન તંત્ર કોઈ પણ ગેરરીતી ચલાવશે નહી.

અન્ય સમાચારો પણ છે...