ભાસ્કર વિશેષ:શહેરી વિસ્તારમાં બ્રિજ નીચે, ફૂટપાથ પર રહેતા લોકો માટે વિદ્યાર્થિનીએ પોર્ટેબલ શેલ્ટરનું મોડેલ બનાવ્યું

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
જ્યૂટમાંથી તૈયાર કરેલું પોર્ટેબલ હાઉસ - Divya Bhaskar
જ્યૂટમાંથી તૈયાર કરેલું પોર્ટેબલ હાઉસ
  • હોમ સાયન્સની વિદ્યાર્થિનીએ ખુલ્લામાં રહેતાં 150 જેટલા લોકો પર રિસર્ચ કર્યું

શહેરી વિસ્તારમાં રહેતા ઘરવિહોણા લોકોને રહેઠાણના વાતાવરણના સંદર્ભમાં કેવી પરિસ્થિતિનો સામનો કરે છે તેનો સરવે કરીને હોમ સાયન્સ ફેકલ્ટીની ક્લોધિંગ ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થિનીએ પોર્ટેબલ શેલ્ટર ડિઝાઇન કર્યાં છે.

શહેરી વિસ્તારમાં રહેતા ઘરવિહોણા, બ્રિજ નીચે રહેતા, ખુલ્લી જગ્યા, ફૂટપાથ, ઝૂંપડપટ્ટી, રેલવે સ્ટેશન-બસ સ્ટેશન ખાતે રહેતા લોકોનો સરવે કરીને તેમનાં માટે પોર્ટેબલ આશ્રયસ્થાનો વિકસાવાયાં હતાં. હોમ સાયન્સ ફેકલ્ટીના ક્લોધિંગ ટેક્સટાઇલ વિભાગનાં અધ્યાપક ડો.રીના ભાટિયા તથા ડો.સુકૃતિ પટેલના માર્ગદર્શનમાં વિદ્યાર્થિની અનીશા શેખે ઘરવિહોણા લોકો માટે આશ્રયસ્થાનો તૈયાર કર્યાં હતાં.

દીપક ફાઉન્ડેશનની મદદથી રિસર્ચ હાથ ધરાયું હતું.વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, બ્રિજ નીચે રહેતા લોકોને આશરો નહતો. તેઓ બ્રિજના કોલમ પાસે રહેતા હતા. ફૂટપાથ પર પણ લોકો ખુલ્લા આકાશ નીચે જીવતા હતા. સ્ટેશન પાસે રહેતા લોકો પણ ખુલ્લામાં રહેતા હતા. આ લોકો માટે બનાવેેલાં પોર્ટેબલ ઘરોમાં વિવિધતા હતી.

જેમ કે બ્રિજ નીચે રહેતા લોકો માટે જ્યૂટનો ઉપયોગ કરાયો હતો. ઉપરના ભાગે મચ્છરદાની હતી. ફૂટપાથ પર રહેતા લોકો માટે દીવાલને અડીને ફૂટપાથ સુધી પહોંચે તેવું હાઉસ તૈયાર કરાયું હતું. સ્ટેશન પાસે રહેતા લોકો માટે ત્રિકોણ આકારનું પોર્ટેબલ હાઉસ તૈયાર કરાયું હતું. આ સરવેમાં 150 ઘરવગરના લોકો કે જેઓ બ્રિજ નીચે, ફૂટપાથ, ઝૂંપડપટ્ટી, સ્ટેશન પાસે રહેતા લોકોનો સમાવેશ કરાયો હતો.

અભ્યાસનાં મુખ્ય તારણો

  • રાત્રે સ્ટ્રીટ લાઇટનો ઉપયોગ કરતા હતા. કેટલાક મીણબત્તી, બેટરીનો ઉપયોગ કરતા હતા.
  • દરેક લોકો ખુલ્લામાં રસોઇ બનાવતા હતા.
  • પે અન્ડ યૂઝ ટોઇલેટનો ઉપયોગ કરતા હતા.
અન્ય સમાચારો પણ છે...