સ્વચ્છતા અભિયાન:પર્યાવરણ જાગૃતિ ફેલાવવા વિદ્યાર્થીઓની બાઇક યાત્રા, MSUના 2 છાત્ર લદ્દાખ સુધી 8350 કિમીની સફર કરશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 દિવસમાં 50થી વધુ શહેરમાં મેસેજ આપશે

મ.સ.યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીઓ બાઇક પર લદ્દાખ સુધી જઈ 30 દિવસમાં 50 શહેરમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવાશે. વિશ્વ પર્યાવરણ દિવસે તેઓએ પ્રસ્થાન કર્યું હતું.લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા તેમજ વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને યુવાનો સુધી પહોંચાડવા ટીવાય બીકોમના વિદ્યાર્થી હિમાંશુ વર્મા અને આર્ટ્સ ફેકલ્ટીના ત્રીજા વર્ષના વિદ્યાર્થી ડેરેન ક્રિશ્ચિયન લદ્દાખ સુધી બાઇક પર નીકળ્યા છે.

યાત્રામાં દિલ્હી અને અમૃતસરથી મિત્રો જોડાશે. તેમને વિદાય આપવા યુનિ. કેમ્પસમાં મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. હિમાંશુ વર્માએ જણાવ્યું કે, લદ્દાખ જઈને વડોદરા આવીશું. 8350 કિલોમીટરનું અંતર બાઇક પર પૂર્ણ કરીશું. 50થી વધુ શહેરમાં રોકાણ કરી વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તેવા પ્રયત્ન કરાશે. તેમજ ક્લીન આંગણું, ક્લીન વિસ્તાર, ક્લીન સિટીના અભિયાનને પણ વેગવંતુ બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...