તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:બેભાન કોરોના દર્દીને લઇ ગયેલી 108 દોઢ કલાક SSGમાં અટવાઇ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સયાજી હોસ્પિટલમાં 2 વિભાગોના સંકલનનો અભાવ
 • 58 વર્ષના હોમ ક્વોરન્ટાઇન દર્દી ઘરે પડી જતાં બેભાન થયા હતા

કોરોનાકાળમાં સયાજી હોસ્પિટલના બે વિભાગો વચ્ચેના સંકલનના અભાવે કોરોના સંક્રમિત દર્દીને લઈને આવેલી 108 એમ્બ્યુલન્સ દોઢ કલાક સુધી અટવાયી હતી. ઘરમાં પડી ગયેલા વૃદ્ધને સયાજી હોસ્પિટલમાં લાવતા તાત્કાલિક સારવાર વિભાગ અને કોવિડ કેર સેન્ટરના જવાબદાર તબીબોએ જવાબદારીથી હાથ ખંખેરતા એમ્બ્યુલન્સને મળેલા અન્ય ચાર કોલ તે એટેન્ડ કરી શકી નહતી.શહેરની સયાજી હોસ્પિટલ અસુવિધાઓ માટે જાણીતી છે. ભૂતકાળમાં અનેકવિધ બેદરકારી અને બેજવાબદારી સામે આવવા છતાં તેનાથી બોધપાઠ લેવાની જગ્યાએ તંત્ર ભૂલોનું પુનરાવર્તન કરે છે.

હાલમાં કોરોના વકર્યો છે કે ત્યારે સયાજી હોસ્પિટલના બે વિભાગોમાં સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. 108ના કર્મચારીના જણાવ્યા અનુસાર શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા 58 વર્ષના જતીન સોની બે દિવસ પહેલા કોવિડ પોઝિટીવ આવતા તેઓ હોમ ક્વોરન્ટાઈન હતા. શનિવારે સાંજે તેઓ મકાનના બાથરૂમમાં પડી જતા તેઓને બેભાન અવસ્થામાં 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ કોવિડ કેર સેન્ટર પર પહોંચી હતી. પરંતુ ત્યાના હાજર સ્ટાફે તાત્કાલિક સારવાર કેન્દ્રમાં લઈ જવા જણાવ્યું હતું.

ત્યાંથી 108ના કર્મચારી એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર વિભાગ ખાતે લઈ ગયા હતા પરંતુ ત્યાં હાજર સિસ્ટરોના સ્ટાફે તમે અહીંયા કેમ લાવ્યા તેમ કહી પરત કોવિડ કેર સેન્ટર ખાતે લઈ જવા કહ્યું હતું. જોકે ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને પરત કોવિડ કેર તરફ વાળી હતી. પરંતુ ત્યાં પણ સ્વીકારવાની ના પાડતા 108નો સ્ટાફ અવઢવમાં મુક્યો હતો. અંદાજિત દોઢ કલાકનો સમય વીતવા છતાં તેઓ ફ્રી થયા નહતા. બીજી તરફ કોવિડ એમ્બ્યુલન્સ હોવાથી તેમને ઉપરાછાપરી 4 વર્ધિ મળી હતી.

પરંતુ તેઓ ફ્રી ન હોવાથી તે એટેન્ડ કરી શક્યા ન હતા. જોકે દોઢથી બે કલાક બાદ આખરે કોવિડ કેર સેન્ટરમાં દર્દીને સોંપવામાં આવ્યા હતા. જોકે દર્દીનું મોત થયું હોવાથી તેના કેસ પેપર મુદ્દે પણ વિવાદ સર્જાયો હતો.આ અંગે સયાજી હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો. રંજન ઐયરના જણાવ્યુ હતું કે આ બાબતે અમે તપાસ કરી રહ્યા છે. આ ઘટનામાં બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

બનાવના પગલે ભારે ખળભળાાટ મચી ગયો હતો.આ વિવાવદ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા પણ દર્દીના પરિવાર જનોએ કર્યા છે.બનાવના સંબંધમાં એસએસજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે સતાધી શો દ્વારા પ્રયાસ હાથ ધરવામા આવ્યા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો