વડોદરા સત્તાનો સંગ્રામ LIVE:સયાજીગંજ બેઠક પર ભાજપમાં ઝાઝા મજબૂત દાવેદારો હોવાથી ઉમેદવાર જાહેર થવામાં વિલંબ, રાવપુરામાં 'કાકા' કાર્યકરોના શરણે પહોંચ્યા

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
માંજલપુર મહાત્મા ગાંધી સ્કૂલમાં ધારાસભ્ય યોગેશ પટેલે સમર્થકો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી (ફાઈલ તસવીર) - Divya Bhaskar
માંજલપુર મહાત્મા ગાંધી સ્કૂલમાં ધારાસભ્ય યોગેશ પટેલે સમર્થકો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી (ફાઈલ તસવીર)

ભાજપના ઉમેદવારોની યાદી બાદ વડોદરા શહેર જિલ્લામાં સ્થિતિ ઉકળતા ચરૂ સમાન બની છે. માંજલપુરમાં જાહેરાત બાકી છે તે પૂર્વે જ ટિકિટ કપાવવાના ભયથી ધારાસભ્ય હવે સમર્થકો અને કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા છે. વડોદરા જિલ્લામાં કરજણ પાદરા અને અને વાઘોડિયા બેઠક પર ટિકિટ કપાતા ભાજપના વર્તમાન ધારાસભ્યોએ હવે ચૂંટણી અપક્ષ ચૂંટણી લડવા માટે કાર્યકરોના શરણે ગયા છે. મધુ શ્રીવાત્સવે ચૂંટણી લડવી કે નહીં તેનો નિર્ણય કરવા 11 કાર્યકરોની કમિટી બનાવી છે. કરજણમાં પણ સતીષ નિશાળીયા અને પાદરામાં દિનુમામાએ કાર્યકરો સાથે ચર્ચા કરી અપક્ષ લડવા નક્કી કર્યુ છે.

દેવેન્દ્ર ફડણવીશ વડોદરા આવ્યા, ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશે
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે વડોદરા નજીક કેલનુપર ખાતે અખિલ દેશસ્થ ઋગ્વેદી બ્રાહ્મણ મધ્યવર્તીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેમની સાથે થાણેના સાંસદ શ્રીકાંત શિંદે પણ હતા. મહારાષ્ટ્રના રાજકારણ અંગે વડોદરા એરપોર્ટ પર મીડિયા સાથેની વાતમાં ફડણવીસે કહ્યું કે, ગજાનંદ કિર્તિકર એકનાથ શિંદે સાથે જોડાયા છે. બાળા સાહેબના સાચા શિવસૈનિક છે તે એકનાથ શિંદે સાથે જોડાઇ રહ્યા છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા.

બાંકડે બેસતા કાકાએ બે મેદાનોમાં કાર્યકરો પાસે મેન્ડેટ માગ્યો
7 ટર્મથી ધારાસભ્ય રહેલા યોગેશ યોગેશ પટેલે વધુ એક વખત ચૂંટણી લડવા દાવેદારી કરી છે. 75 વર્ષની વય મર્યાદા વટાવી ચૂકેલાને રિપીટ કરવામાં નહીં આવે તેવી સી.આર પાટીલની જાહેરાત બાદ યોગેશ પટેલની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. જો પાર્ટી ટિકિટ નહીં આપે તો શું કરવું તે માટે હવે ધારાસભ્ય યોગેશ પટેલ (કાકા) કાર્યકરોના શરણે પહોંચ્યા છે.

હવે ધારાસભ્ય યોગેશ પટેલ (કાકા) કાર્યકરોના શરણે પહોંચ્યા છે.
હવે ધારાસભ્ય યોગેશ પટેલ (કાકા) કાર્યકરોના શરણે પહોંચ્યા છે.

કહેવાય છેકે, અમદાવાદી પોળના નાકે બાકડા પર બેસતા યોગેશ પટેલ શુક્રવારે સવારે તરસાલી જીઈબી ગ્રાઉન્ડ, સાંજે માંજલપુર મહાત્મા ગાંધી સ્કૂલમાં તેમના સમર્થકો અને કાર્યકરો સાથે બેઠક યોજી ટિકિટ ન મળે તો શું કરવું તે અંગે ચર્ચા વિચારણા કરી હોવાનું મનાય છે.

સયાજીગંજ બેઠક પર મજબૂત ઉમેદવારો વધુ
વડોદરા શહેરની રાવપુરા અને સયાજીગંજ બેઠક પર ભાજપે હજી સુધી ઉમેદવારો જાહેર કર્યાં નથી. તેમાંથી સયાજીગંજ બેઠક પર ધારાસભ્ય જીતુ સુખડિયાએ ચૂંટણી નહીં જાહેરાત અગાઉથી જ કરી દીધી હતી. તેમ છતાં આ બેઠક પર મજબૂત દાવેદારો વધારે હોવાથી જાહેરાત થવામાં વિલંબ થઈ રહ્યો છે. કેટલાક દાવેદારોને અગાઉથી ટિકિટનું કમિટમેન્ટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તો કેટલાક ઉમેદવારો 2017થી લાઈનમાં છે. જેથી સયાજીગંજ બેઠક પર ભાજપ કોને ઉમેદવાર બનાવે છે, તે જોવુ રહ્યું.

મધુ શ્રીવાસ્તવ હવે ચુંટણી લડવાનો નિર્ણય લેવા સૌપ્રથમ સમર્થકોના શરણે પહોચ્યાં છે.
મધુ શ્રીવાસ્તવ હવે ચુંટણી લડવાનો નિર્ણય લેવા સૌપ્રથમ સમર્થકોના શરણે પહોચ્યાં છે.

ખુદ જ ટિકિટ જાહેર કરનાર મધુ હવે ‘કાર્યકર નિર્ભર’
વાઘોડીયા બેઠક પર ભાજપે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી છેલ્લી 6 ટર્મથી ધારાસભ્ય તરીકે જીતતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી છે. દબંગ ઈમેજ ધરાવતા મધુ શ્રીવાસ્તવે 10 નવેમ્બરના રોજ પોતે સમર્થકોના કહેવાથી અપક્ષ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી.જોકે, હવે અચાનક મધુ શ્રીવાસ્તવે મારા સમર્થકોએ એક કમિટી બનાવી છે. તે જે નિર્ણય લેવાશે તે પ્રમાણે હું આગળ વધીશ તેમ કહેતા આશ્ચર્ય ફેલાયું છે. આમ ભાજપ તો મને ટિકિટ આપવાની જ છે તેવી વાત કહેનારા મધુ શ્રીવાસ્તવ હવે ચૂંટણી લડવાનો નિર્ણય લેવા સૌપ્રથમ સમર્થકોના શરણે પહોચ્યાં છે.

પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયાની ટિકિટ કપાઈ છે.
પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયાની ટિકિટ કપાઈ છે.

કાર્યકરોના ક્લાસમાં નિશાળિયા પાઠ ભણશે, કેવી રીતે લડવું?
કરજણ વિધાનસભા બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલને ફરી વાર ટિકિટ આપી છે. જ્યારે કરજણ બેઠક પર પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયાએ પણ ટિકિટ માંગી હતી. પરંતુ, બરોડા સુગર બંધ થઈ જતા તેમાં ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોના 25 કરોડ રૂપિયા ફસાતા સરકારે ચુકવવા પડ્યાં હતાં. આ મામલે પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયાની ટિકિટ કપાઈ હોવાનું મનાઈ રહ્યું છે. શુક્રવારે પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયાએ જણાવ્યું હતું કે, મારૂ ચુંટણી લડવાનું પાક્કુ જ છે. હું બે દિવસમાં કાર્યકરોને ભેગા કરૂ છું અને તેમની સાથે ચર્ચા કરીને અપક્ષ લડવું કે અન્ય પાર્ટીમાંથી તે નક્કી કરીશ.

એક નેતા કોંગ્રેસમાંથી તો બીજા અપક્ષ લડશે
ભાજપ દ્વારા વડોદરા જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં વાઘોડિયા બેઠક ઉપર જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલ, કરજણ બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલ અને પાદરા બેઠક ઉપર પાદરા નગરપાલિકા પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલા, સાવલી બેઠક ઉપર કેતન ઇનામદાર અને ડભોઇ બેઠક ઉપર શૈલેષ મહેતા (સોટ્ટા)નું નામ જાહેર કરવામાં આવ્યું છે.

પાદરા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે (દિનુ મામા) બળવો કરી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
પાદરા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે (દિનુ મામા) બળવો કરી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

સાવલી અને ડભોઇને બાદ કરતા વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક ઉપર ભાજપે ટિકિટ ન આપતા વાઘોડિયાના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણ બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા) અને પાદરા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે (દિનુ મામા) બળવો કરી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેમાં મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ (દિનુ મામા)એ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જ્યારે કરજણ બેઠક ઉપરથી સતિષ પટેલ (નિશાળીયા)એ કોંગ્રેસમાંથી ટિકિટ લડવા માટે કોંગ્રેસનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...