છાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી દુર્ગંધવાળું ફીણ બહાર આવતાં આશ્ચર્ય ફેલાયું છે. 5 મહિના પૂર્વે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયેલા છાણી એસટીપીમાંથી દુર્ગંધવાળું ફીણ બહાર આવ્યું છે. જેને પગલે એસટીપીના બાંધકામ સામે સવાલ ઊભા થયા છે. અધિકારીનું કહેવું છે કે 4 પૈકીની 1 એસબીઆર ટેન્કમાં પ્રોબ્લમ છે. જેને કારણે ફીણ બહાર આવી રહ્યું છે.
કાઉન્સિલર હરીશ પટેલને ફરિયાદ મળી કે,નવા એસટીપીમાંથી બે દિવસથી ફીણવાળું પાણી બહાર આવી રહ્યું છે અને દુર્ગંધ ફેલાય છે. જોકે કયાં કારણોથી ફીણ બહાર આવ્યું હોવા અંગે માહિતી મળી નહતી. આ અંગે સૂએજ વિભાગના કાર્યપાલક ઈજનેર કૌશિક પરમારને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એસબીઆર ટેન્કના મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે. થોડું અનટ્રીટેડ પાણી બહાર આવી રહ્યું છે. ટેન્કના ચેમ્બરમાંથી ફીણ નીકળી રહ્યું છે. ચાર પૈકીના એક ટેન્કમાં પ્રોબ્લેમ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.