તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:અશાંતધારાની અરજીઓ લેવાનું બંધ,સોદા અટક્યા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનસેવા કેન્દ્રો બંધ રહેતાં અનેક અરજી અટવાઈ
  • અરજીઓ અટવાતાં સ્ટેમ્પ ડ્યૂટીની આવક પણ ઘટી

શહેરમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે 15 એપ્રીલ થી શહેરના જનસેવા કેન્દ્રોને બંધ કરાયા છે. જનસેવા કેન્દ્રો બંધ રહેતા અશાંતધારાની અરજીઓ લેવાનું પણ બંધ થઈ ગયું હતું. જેના કારણે અશાંતધારા વિસ્તારમાં આવેલા મકાનોના સોદા અટકતા લોકો પરેશાન થઈ ગયા છે. તો બીજી તરફ અશાંતધારા વિસ્તારમાં મકાનોની લે-વેચ ન થતા સ્ટેમ્પ ડ્યુટીની આવક પણ ઘટી છે.

શહેરના અશાંતધારા વિસ્તારોમાં હિંદુકોમના વ્યક્તિને લઘુમતી કોમના વ્યક્તિને અથવા તો બંને સમાન કોમના વ્યક્તિને પણ એકબીજાને મિલકતોની લે-વેચ કરવી હોય તો પ્રાંત કચેરી હેઠળ અશાંતધારા હેઠળ મીલકત લે-વેચની અરજીઓ કરવાની હોય છે. આ અરજીઓ જનસેવા કેન્દ્ર મારફતે લેવાય છે.

બીજી તરફ અરજીઓ સુધી પ્રાંત કચેરીમાં પણ નાયબ મામલતદાર દ્વારા સ્વિકારાવાય છે.પરંતું કોરોનાના પગલે પ્રાંત કચેરીમાં પણ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થઈ જતા કચેરી બંધ રખાઈ હતી. 15 એપ્રીલથી બંધ થઈ ગયેલા જનસેવા કેન્દ્રોમાં અશાંતધારાની અરજીઓ સ્વિકારાતી ન હતી. કોરોનાકાળમાં અશાંતધારા વિસ્તારમાં સોદા ઠપ્પ થઈ ગયા છે. કેટલાક કિસ્સામાં મિલકતોના માલિક કોરોનામાં અવસાન પામતા મિલકતોના સોદા કેવી રીતે કરવા તેમાં ગુંચવણ ઉભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...