તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીગીરી:ડ્રેનેજના પાણી છોડવાનું બંધ કરો વિશ્વામિત્રીમાં સ્નાન કરી વિરોધ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદીના ચોખ્ખા પાણી શહેરમાં જ દૂષિત કેમ?
  • શહેરમાં જ નદીનો સરવે કરી ખોટો ખર્ચ અટકાવવા માગણી

શહેર માં સર્પાકારે વહેતી વિશ્વામિત્રી નદીના શુદ્ધીકરણ માટે અને ડ્રેનેજના દૂષિત પાણી વહેતા બંધ થાય તે માટે વડોદરાના સામાજિક કાર્યકરે વિશ્વામિત્રી નદીમાં સ્નાન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.પાવાગઢથી શરૂ થતી વિશ્વામિત્રી નદી શહેરમાંથી પસાર થાય છે તેટલા ભાગ પૂરતી જ નદીના હિસ્સાને સર્વેમાં આવરી લેવી જોઈએ અને વિના કારણે ખોટો ખર્ચ ન કરવો જોઈએ તેવી માગણી કરવામાં આવી છે.

વડોદરાની વિશ્વામિત્રી નદી અંગે અગાઉ ડ્રોનથી વીડિયો શૂટિંગ કરાયું હતું. જેમાં સ્પષ્ટ દેખાય છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી વિશ્વામિત્રી નદી વહી રહી છે તે તમામ વિસ્તારોમાં ચોખ્ખા પાણી વહી રહ્યા છે. નદીની આજુબાજુ ઝાડ અને વનસ્પતિ સહિતની હરિયાળી છે. નદી કાંઠા આસપાસ કોઈપણ જગ્યાએ બાંધકામ દેખાતા નથી, પરંતુ નદી શહેરમાં પ્રવેશતા જ નદી દુષિત થાય છે.

નદીમાં ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે. પાવાગઢથી પૂરો સર્વે કરવાને બદલે ફક્ત વડોદરા શહેરમાં પ્રવેશ કરતી નદીનો સર્વે કરવો જોઈએ, અને સર્વેના નામે ખોટો ખર્ચ પાલિકા ના કરે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ થઈ હતી. શહેરની બોર્ડર વેમાલી ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પણ સ્વચ્છ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે સામાજીક કાર્યકર અતુલ ગામેચી દ્વારા સ્નાન કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...