તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂથ અથડામણ:વડોદરાના નાગરવાડા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસ ઘટનાસ્થળે પહોંચી

વડોદરા6 દિવસ પહેલા
પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી
  • નાગરવાડામાં યુવતીને ભગાડી જવા મુદ્દે કેટલાક દિવસોથી ચાલતા ઝઘડાના પડઘા પડ્યા
  • કર્ફ્યુના બંદોબસ્ત વચ્ચે મહેતા વાડીમાં બે જૂથનો પથ્થરમારો
  • બેસતા વર્ષે રાત્રે ઝઘડો થયા બાદ મામલો ફરી બિચક્યો
  • ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો

શહેરના નાગરવાડા મહેતાવાડીમાં છોકરીને ભગાડી જવાના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી એક જ કોમના બે જૂથો વચ્ચે ચાલતા ઝઘડાના પડઘા શનિવારે રાત્રે પડ્યા હતા. શનિવારે રાત્રે 8થી 8-30 વાગ્યાના અરસામાં એક જ કોમના બે જૂથના ટોળા આમને સામને આવી ગયા બાદ ભારે પથ્થરમારો થયો હતો અને એક બાઇક તથા સાઇકલની તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ સહિત મોટો પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. શહેરમાં રાત્રી કર્ફ્યુના અમલના 1 કલાક પહેલાં જ આ બનાવ બનતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.

વાહનોમાં તોડફોડ કરવામાં આવી
પથ્થરમારાના આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નાગરવાડા મહેતાવાડી વિસ્તારમાં 15 દિવસ પહેલાં એક યુવતીને યુવક ભગાડી ગયો હતો, જેથી એક જ કોમના બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ ઘટનાની અદાવતમાં બેસતા વર્ષની રાત્રે પણ બંને જૂથ ફરીથી આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારો તથા વાહનોની તોડફોડ થઇ હતી. તે સમયે પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી. જોકે આ ઘટનાના પડઘા શનિવારે રાત્રે પડ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી
શનિવારના રોજ રાત્રે 8થી 8-30 વાગ્યાના અરસામાં ફરી એક વાર બંને જૂથના ટોળા આમને સામને આવી ગયા હતા અને બોલાચાલી થયા બાદ ભારે પથ્થરમારો થયો હતો, જેના પગલે ભારે દોડધામ મચી ગઇ હતી. ટોળાએ એક બાઇક અને સાઇકલની તોડફોડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ધાબા પરથી પણ પથ્થરમારો કરાયો હતો. બનાવની જાણ થતાં કારેલીબાગ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે સ્થિતિને કાબૂમાં લઇ લેવાઇ છે અને યુવતીને ભગાડી જવાની બાબતમાં ચાલતા ઝઘડાની અદાવતમાં આ મામલો બન્યો હતો.

ટોળાએ એક બાઇક તથા સાઇકલની તોડફોડ કરી
મહેતાવાડીમાં કેટલાક દિવસથી ચાલતા ઝઘડા બાદ શનિવારે રાત્રે કર્ફ્યુના એક કલાક પહેલાં પથ્થરમારો થયો હતો. જેમાં ટોળાએ બાઇક-સાઇકલને નુકસાન પહોંચાડ્યું હતું.

વાહનોમાં તોડફોડ કરી
એક જ કોમના બે જૂથે આમનેસામને પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરી હતી. ત્યારે આ મામલે પ્રાથમિક તપાસ કરતા છોકરીના લગ્ન બાબતે વિવાદ થતા પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર શહેરમાં કર્ફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. રાતે 9 વાગ્યાથી લઇ સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે.

ઘટના સ્થળે સીસીટીવી નથી
પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નવા વર્ષની રાત્રે પણ આ વિસ્તારમાં વાહનોની તોડફોડ અને ઝઘડો થયો હતો, જેથી આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જોકે શનિવારના રોજ રાત્રે જે સ્થળે પથ્થરમારો થયો હતો તે સ્થળે સીસીટીવી કેમેરા લગાવાયા ન હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો