ભાસ્કર વિશેષ:રશિયા-યૂક્રેન યુદ્ધ બાદ તેજીમાં આવેલા શેરબજારને એપ્રિલમાં વેગ મળશે ;શહેરના 2 લાખ રોકાણકારને ફાયદો થવાની આશા

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેલ્લાં 5 વર્ષ દરમિયાન એપ્રિલ મહિનામાં રોકાણકારોને 10 ટકા જેટલું રિટર્ન મળ્યું છે

રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે શેરબજારમાં બોલાયેલા મોટા કડાકા બાદ ફરી એક વખત તેજીનો માહોલ શેરબજારમાં જોવા મળી રહ્યો છે. જેને પગલે શહેરના બે લાખ રોકાણકારોને નવા નાણાકીય વર્ષના શરૂઆતના મહિનામાં જ આર્થિક ફાયદો કરાવે તેવું જાણકારો માને છે. કંપનીઓના વાર્ષિક પરિણામો મોટાભાગે અેપ્રિલ મહિનામાં આવતા હોય છે અને કોરોના બાદ કંપનીઓનું પરફોર્મન્સ પ્રગતિકારક જોવા મળી રહ્યું છે, જેની અસર શેરબજારમાં જોવા મળશે.

છેલ્લાં 5 વર્ષના આંકડાઓ ઉપર નજર નાખીએ તો માત્ર એક જ મહિનામાં શેરબજારે 10 ટકા જેટલું રિટર્ન આપ્યું હોવાનું જણાય છે. જો કોઈ અણધારી આફત કે ગ્લોબલ પરિબળો નકારાત્મક ભાગ ના ભજવે તો એપ્રિલ મહિનો શેરબજારના રોકાણકારોને તેમની મૂડી ઉપર બેંક કરતાં પણ વધુ વળતર ચૂકવી શકે છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં કંપનીઓના વાર્ષિક રિઝલ્ટ આવતા હોય છે. કોરોના મહામારી બાદ કંપનીઓના દેખાવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. જેને પગલે એપ્રિલ મહિનામાં કંપનીનાં પરિણામો પણ સારાં હશે તેવું અનુમાન શેર બજારના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

પાંચ વર્ષમાં એપ્રિલ દરમિયાન જોવા મળેલું નિફ્ટીનું પ્રદર્શન

વર્ષનિફ્ટીનિફ્ટીનિફ્ટી
મિડકેપસ્મોલકેપ
20171.40%5.20%6.60%
20186.20%8.20%7.70%
20191.10%(-)3.8%(-)3.1%
202014.70%15.40%13.40%
20210.40%2.10%5.60%

સામાન્ય રીતે બેંક એક વર્ષમાં પાંચ ટકા જેટલું રિટર્ન આપે છે. જ્યારે શેર બજાર એક વર્ષમાં પોઝિટિવ રિટર્નની વાત કરીએ તો 15થી 18 ટકા રિટર્ન આપતું હોવાનું જોવાય છે. આ ગણતરી સામે માત્ર 1 મહિનામાં જ 2થી 10 ટકા જેટલું રિટર્ન છેલ્લાં પાંચ વર્ષમાં એપ્રિલ મહિનામાં શેરબજારે આપ્યું છે. આ અંગે શેરબજારના એક્સપર્ટ જગદીશ ઠક્કરના જણાવ્યા મુજબ સામાન્ય સંજોગોમાં રિઝલ્ટનો મહિનો એ લાંબા ગાળાના રોકાણકારો માટે વર્ષના અંતે સરવૈયું કાઢતા સારો પ્રોફિટ આપનાર સાબિત થતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...