હાલાકી:દુર્ગંધ મારતા પાણીથી 125 પરિવારો પરેશાન

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયા રોડ પુષ્ટિપ્રભા સોસા.ના રહીશોને હાલાકી

વાઘોડિયા રોડની સોસાયટીમાં ફરી 2 વર્ષ અગાઉની ગંદા પાણીની સમસ્યા સર્જાઈ છે અને 10 દિવસથી દુર્ગંધ મારતા પાણીથી 125 પરિવાર હાલાકી ભોગવી રહ્યા છે. વાઘોડિયા રોડની પુષ્ટિપ્રભા સોસાયટીના રહીશો ગંદા પાણીથી ફરી પરેશાન થયા છે. સોસાયટીનાં રહીશ અને શિક્ષિકા અમિતાબેન શાહે જણાવ્યું હતું કે, સોસાયટીમાં 125 જેટલાં મકાનો છે અને 10 દિવસથી દુર્ગંધ મારતા પાણીથી પરેશાન થઈ ગયા છે. આ મામલે કોર્પોરેટર, વોર્ડ કચેરીમાં રજૂઆત કરાઈ હોવા છતાં નિરાકરણ આવ્યું નથી.

જેના પગલે 10 દિવસથી પીવા માટે જગ અને ટેન્કર મગાવવાની ફરજ પડી છે. તહેવારો શરૂ થઇ ગયા છે ત્યારે પણ પાલિકાએ આ બાબતને ગંભીરતાથી લીધી નથી. બીજી તરફ પાલિકાના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ જણાવ્યું કે, સમસ્યના નિરાકરણ માટે કાર્યવાહી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...