તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:TYB Comના રિ ટેસ્ટ મામલે હજી અસમંજસ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
MS યુનિવર્સિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
MS યુનિવર્સિટીની ફાઈલ તસવીર
 • નેટની ખામીથી વિદ્યાર્થી પરીક્ષા નહોતા આપી શક્યા
 • રિ-ટેસ્ટની તારીખ વહેલી તકે જાહેર કરવા માગ

MS યુનિ.ના ટીવાય બીકોમની પરીક્ષામાં એક્ઝામ સર્વરની ખામીના કારણે બિઝનેસ લોનું પેપર નહીં આપી શકનાર વિદ્યાર્થીઓનો રિ-ટેસ્ટ લેવાની માગણી કરવામાં આવી છે.

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના પાંચમા સેમેસ્ટરની પરીક્ષા 15મી ડિસેમ્બરથી લેવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે બિઝનેસ લોનું પેપર હતું. તેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ એક્ઝામ સર્વરની ખામીના કારણે લોગ ઇન કરી શક્યા ન હતા. સત્તાધીશો દ્વારા જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી તેમની રિ-ઇન્ટર્નલ લેવાની બાંહેધરીબાદ ઇન્ટર્નલ પરીક્ષાઓ પૂરી થઇ ગઇ હોવા છતાં પણ હજુ સુધી જાહેરાત કરાઇ નથી. કોમર્સના એફઆર પંકજ જયસ્વાલે ફેકલ્ટી સત્તાધીશોને રજૂઆત કરી વહેલી તકે રિ-ઇન્ટર્નલ પરીક્ષા લેવા માગ કરી છે.

સાયન્સના એન્ડ સેમની પરીક્ષા શરૂ
સાયન્સ ફેકલ્ટીની એન્ડ સેમેસ્ટરની પરીક્ષાઓ શરૂ થઈ હતી .બીએસસી સેમેસ્ટર 3 અને 5, એમએસસી સેમેસ્ટર 3 ની પરીક્ષામાં 3310 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. માત્ર 45 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સદનસીબે પરીક્ષા દરમિયાન ઇન્ટરનેટ કે સર્વરની ખામી સર્જાઇ ન હતી. અન્ય ફેકલ્ટીઓ ની પરીક્ષાઓ 9 જાન્યુઆરી થી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો