સમસ્યા:કોરોના સહાય માટેનાં ફોર્મ વિતરણ અંગે હજુ અસમંજસ

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના રિપોર્ટ, ડેથ સર્ટિ., તબીબી પ્રમાણપત્ર જરૂરી
  • મૃત્યુના કારણનો વાંધો હોય તો અરજી કરવાની રહેશે

કોરોનાથી મૃત્યુના કિસ્સામાં લોકોએ આરટીપીસીઆર, રેપીડ એન્ટીજન ટેસ્ટ, મોલેક્યુલર ટેસ્ટ (કોરોના ટેસ્ટ)ની નકલ, મૃત્યુની નોંધણીનો દાખલો અને ડોક્ટરના સહી-સિક્કા સાથેનું પ્રમાણપત્ર હાથવગા રાખવા કલેક્ટરે જણાવ્યું છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવા અંગે સૂચના મળતાં સહાયની ચુકવણીની કાર્ય પદ્ધતિ જાહેર કરાશે. કોરોના સહાયનાં ફોર્મ વિતરણ અંગે હજુ પણ અસમંજસ જોવા મળી રહી છે. લોકોએ કોરોના સહાય માટે રાહ જોવી પડશે.

નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, કોવિડમાં મરણના કિસ્સામાં મૃતકના સગાએ આરટીપીસીઆર, રેપીડ એન્ટીજન ટેસ્ટ અને મોલેક્યુલર ટેસ્ટ (કોરોના ટેસ્ટ) થયો હોય તેની નકલ, મરણના દાખલાની નકલ ઉપલબ્ધ ન હોય તો જ્યાં મરણ થયું હોય તે વિસ્તારના જન્મ-મરણ નોંધણી અધિકારીની કચેરીમાંથી મેળવી લેવાના રહેશે.

ઉપરાંત મેડિકલ સર્ટિફિકેશન ઓફ કોઝ ઓફ ડેથ (એમસીસીડી) ફોર્મ-4 મૃત્યુનું કારણ દર્શાવતું તબીબી પ્રમાણપત્ર જે હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય ત્યાંથી ડોક્ટરના સહી સિક્કા સાથે મેળવવાનું રહેશે. જ્યારે ઘરે મૃત્યુના કિસ્સામાં મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર જે તે હોસ્પિટલ કે ખાનગી તબીબી અધિકારી પાસેથી ફોર્મ-4 (એ) પ્રમાણીત નકલ (ડોક્ટરના સહી સિક્કા સાથે) મેળવવાની રહેશે. આ બંને કિસ્સામાં મૃત્યુના કારણ અંગેનું ડોક્ટરી પ્રમાણપત્ર ફોર્મ-4 કે ફોર્મ 4(એ) મળ્યું ન હોય કે મળેલા પ્રમાણપત્ર સામે વાંધો હોય તે કિસ્સામાં કોવિડ-19 ડેથ અસર્ટેનિંગ કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...