તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:હજી પણ લાપરવાહી! માસ્ક વિના ‘મહાલતા’ 399 પકડાયા

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ફ્યૂમાં રખડતા 34 જણા ઝડપાયા, લોકો ટોળટપ્પા ન કરે તે માટે બાંકડા ઊંધા પડાયા

શહેરમાં કોરોનાને રોકવા 21 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરાયો છે. બીજી તરફ સંક્રમણને રોકવા હાલ માસ્ક જ ઉપાય છે છતાં હજુ કેટલાક લોકો લાપરવાહી દાખવી માસ્ક પહેર્યા વગર ઘરની બહાર રખડવા નિકળી જાય છે. જેને પગલે પોલીસ માસ્ક વગર નીકળેલા લોકો પાસેથી દંડ વસુલી રહી છે. પોલીસે મંગળવારે માસ્ક વગરના 399 લોકોને પકડીને તેમની પાસેથી 3.99 લાખનો દંડ વસૂલ કર્યો હતો. આ ઉપરાંત મંગળવારે રાત્રે પોલીસે કરફ્યુનો અમલ કરાવી રખડવા નીકળેલા 34 લોકો સામે જાહેરનામા ભંગના 31 ગુના નોંધ્યા હતા.પકડાયેલા લોકોએ વિવિધ બહાના કાઢતા હતા પણ પોલીસે અસરકકારક કાર્યવાહી કરી હતી. રાત્રી દરમિયાન તમામ રસ્તા સુમસામ થઇ ગયા હતા. કરફ્યુ શરુ થવાના અડધો પોણો કલાક પહેલાંથી જ શહેરની મોટાભાગની દુકાનો બંધ થઇ જાય છે અને લોકો પણ જલ્દી ઘેર પહોંચી જતાં હોવાનું જોવા મળી રહ્યું છે.

શહેરમાં રાત્રી કરફ્યુ કે દિવસ દરમિયાન પણ લોકો ભેગા થઇ બાંકડા પર બેસીને ટોળટપ્પા ના કરે તે માટે વિવિધ સોસાયટીઓના નાંકે કે પોળ કે ગલીના નાકે મુકેલા બાંકડાઓને ઉંધા પાડી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...