બીજી લહેરમાં સ્ટીરોઇડ અને રેમડેસિવિર ઇન્જેક્શન માટે ખૂબ જ માગ વધી હતી. અર્બન હેલ્થ સેન્ટર પરથી સ્ટીરોઇડની ટેબલેટ આપવામાં આવતી હતી. જોકે ત્રીજી લહેરમાં સ્ટીરોઇડ અર્બન સેન્ટરથી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ જે લોકોને સ્ટીરોઈડ આપવાની જરૂર પડશે તે દર્દી દવાખાનામાં દાખલ હશે ત્યાં ફિઝિશિયન દ્વારા નક્કી કરવામાં આવશે. સમગ્ર વિષયમાં કોર્પોરેટર અને ગોત્રી હોસ્પિટલના ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે,
ઓમિક્રોન તરીકે ઓળખાતો નવો વેરીયન્ટ એરવે પેસેજમાં ડેલ્ટા વેરિએન્ટ કરતાં 70 ગણો વધુ અસરકારક છે, પરંતુ ફેફસામાં ડેલ્ટા કરતાં 10 ગણો ઓછો અસરકારક છે, તેથી શ્વસનતંત્રને લગતી સમસ્યા ઊભી થતી નથી. જેથી બીજી લહેરની જેમ ઓરલી સ્ટીરોઇડ આપવાની જરૂર પડતી નથી. કોમોર્બિટ કન્ડિશનમાં દાખલ દર્દીને ફેફસાંનું ઇન્ફેક્શન કેટલું છે તે જોઈને ફિઝિશિયન સ્ટીરોઈડ આપવાનું નક્કી કરે છે જેથી અર્બન હેલ્થ સેન્ટરથી આપવાની જરૂર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.