તક:આજથી ધો.12 સાયન્સની ઈમ્પ્રુવમેન્ટ એક્ઝામ શરૂ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 65 વિદ્યાર્થીની પરીક્ષા અમદાવાદમાં લેવાશે

ધોરણ 12 સાયન્સની ઈમ્પ્રુવમેન્ટ માટે રાજ્યભરમાંથી માત્ર 65 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં વડોદરાના 3 વિદ્યાર્થી છે. અમદાવાદ ખાતે તમામ વિદ્યાર્થીની પરીક્ષા લેવાશે. બોર્ડ રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ છે. 11 ઓગસ્ટથી સાયન્સની ઓફલાઇન પરીક્ષા શરૂ થશે.

બોર્ડ દ્વારા ધો.12 સાયન્સની ઈમ્પ્રુવમેન્ટ એકઝામનું આયોજન કર્યું છે. જે વિદ્યાર્થીને માસ પ્રમોશનના પરિણામથી સંતોષ ન હોય તેઓને ઈમ્પ્રુવમેન્ટ એકઝામનો ઓપ્શન અપાયો છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે અમદાવાદ ખાતે જ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. બુધવારથી સાયન્સની પરીક્ષનું આયોજન અમદાવાદ ખાતે આવેલી સી.એન.શેઠ વિદ્યાલયમાં કરાયું છે. ધો.12 સાયન્સની ઈમ્પ્રુવમેન્ટ માટે રાજયભરમાંથી માત્ર 65 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં વડોદરાના માત્ર 3 વિદ્યાર્થી છે.

અન્ય સમાચારો પણ છે...