તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાઓ શરૂ:ધો. 9-11ના વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત, પહેલા દિવસે સરેરાશ 15% જ વિદ્યાર્થી હાજર

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ધો. 9-11ના વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત, પહેલા દિવસે સરેરાશ 15% જ વિદ્યાર્થી હાજર

કોરોના મહામારીના પગલે 11 મહિના બાદ પ્રથમ તબક્કામાં ધો-10 અને 12ની સ્કૂલો શરૂ થયા બાદ ધો-9 અને 11ના વિદ્યાર્થીઓને મંજૂરી અપાતા સ્કૂલોમાં ે વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત્ જોવા મળી હતી. મહારાણી વિદ્યાલયમાં ધો-9માં 35 બરોડા હાઇસ્કુલ અલકાપુરીમાં ધો 9 માં 30 વિદ્યાર્થીઓની જ હાજરી રહી અને ધો 11ના ફક્ત 4 વિદ્યાર્થીઓ જ આવ્યા હતા.

શિક્ષકની ઘટ, માર્ચ થી શરૂ કરવાની જરૂર
બરોડા હાઇસ્કૂલના આચાર્યા સ્મીતા મલિકે જણાવ્યું હતું કે, શિક્ષકોની નવી ભરતી બંધ છે. તેથી એક શિક્ષક ચાર વર્ગો ભણાવે છે. સ્કૂલો માર્ચથી શરૂ થઇ હોત તો સારૂ થાત. ઓનલાઇન ભણાવવાનો વિકલ્પ હજુ છે તેથી વિદ્યાર્થીઓ આવતા નથી.

સ્કૂલે આવી નિયમનું પાલન પણ કરીશ
વિદ્યાર્થિની દિશિતા ચાવડાએ જણાવ્યું હતું કે, ઘરે ભણવાની બિલકુલ મજા આવતી નથી, સ્કૂલમાં આવવાથી અન્ય સાથે વિચારો પણ શેર કરી શકીએ છીએ. કોરોનાનો ડર છે, છતાં નિયમોનું પાલન કરવા સાથે હું સ્કૂલે આવીશ.

સ્કૂલે આવીને સારી રીતે ભણી શકાય છે
વિદ્યાર્થિની તનિશાએ ઉનિયાલે જણાવ્યું હતું કે, એક વર્ષ સુધી સ્કૂલો બંધ રહેશે તેવુ ક્યારેય વિચાર્યુ નહોતુ, સ્કૂલે આવીને સારી રીતે ભણી શકાય છે. હું સ્કૂલમાં આવવા તૈયાર છું. મારા પરિવારે પણ સ્કૂલમાં આવવા માટે મંજૂરી આપી છે.

મોબાઇલ સ્ટડીથી આંખો દુ:ખતી હતી
જીઇબી સ્કૂલની વિદ્યાર્થીની રીયા પ્રજાપતિ કહે છે કેે, હાશ હવે સ્કુલ શરૂ થઇ. મોબાઇલની સામે બેસીને આંખો દુ:ખી જતી હતી. શાળામાં મિત્રો સાથે ગેમ્સ રમવાનું અને અનેક ઇન્ટર સ્કુલ કોમ્પિટીશન મિસ કરતી હતી. હવે સારું લાગે છે.]

સવારે ફોન સામે બેસી ભણવાનું હવે બંધ
વિદ્યાર્થીની પટેલ હરમિતે જણાવ્યું હતું કે, ઓનલાઇન નેટવર્ક પ્રોબ્લેમ કારણે ભણતર નિરસ લાગતુ હતું. સવારે ઉઠીને ફોન સામે બેસી જવાના દિવસો ગયા.શિક્ષક સામે હોય છે તેથી હવે સરળતા દરેક પ્રશ્નોના જવાબ પૂછી શકીશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો