તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ધો.12ની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઇને આપઘાત, પુત્રીનો મૃતદેહ જોઈ પિતા બેશુદ્ધ થઈ ગયા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સગીરા GSFC સ્કૂલમાં અભ્યાસ કરતી હતી

શહેરની જીએસએફસી સ્કૂલના ધો. 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઘરે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જોકે તેણે કયા કારણોસર આપઘાત કર્યો છે તેનું રહસ્ય હજી અકબંધ છે. સમતા પોલીસ ચોકીની પાછળ સોસાયટીમાં યુવક 2 પુત્રી સાથે રહેતા છે, જ્યારે તેમનાં પત્ની તેમની સાથે રહેતાં નથી. તેમની 16 વર્ષીય પુત્રી જીએસએફસી સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતી હતી.

બુધવારે રાત્રે 8 વાગ્યે પાડોશીએ તેમને ફોન કરીને જાણ કરી કે, બારીમાંથી પુત્રીનો પંખે લટકતો મૃતદેહ દેખાય છે. તેથી તેઓ ઘરે ધસી આવ્યા હતા. પુત્રીનો મૃતદેહ જોઇને તેઓ બેશુદ્ધ થઇ ગયા હતા. લક્ષ્મીપુરા પોલીસના જણાવ્યા અનુસાર સગીરાએ સાંજે 4.30 વાગ્યે પિતા સાથે ટેલિફોનિક વાત કરી હતી, પણ ત્યારે પિતાને કોઇ અણસાર આવ્યા ન હતા.

ડભોઈ રોડની મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલનો દુપટ્ટાથી ફાંસો ખાધો
ડભોઇ રોડ રાજનગરમાં રહેતી પૂનમ રાઠોડ (ઉવ.27) 2017થી ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી હતી. તાજેતરમાં તેને ઇ-ગુજકોકની જવાબદારી અપાઈ હતી. બુધવારે રાત્રે નોકરીથી ઘરે આવી હતી. જ્યારે 8 વાગ્યે પરિવારજનો મંદિરે દર્શન કરવા ગયા હતા. તેઓ પરત આવ્યા ત્યારે દુપટ્ટાથી ફાંસો ખાધેલી હાલતમાં પૂનમનો મૃતદેહ જોવા મળ્યો હતો. પૂનમના પિતા દોલતભાઇ પણ પોલીસમાં ફરજ બજાવતા હતા, તેમનું 10 મહિના અગાઉ નિધન થયું હતું. જ્યારે તેનો ભાઇ રાઇટર છે. પૂનમે કયા કારણે જીવાદોરી ટૂંકાવી તેનું કારણ જાણવા વાડી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...