તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:ધો.12 સાયન્સના વિદ્યાર્થીનો બેલ્ટથી ફાંસો ખાઇ આપઘાત

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ઉમંગનગરમાં અરેરાટી, માતા ચા પીવા બોલાવવા ગઇ તો પુત્રની લાશ લટકી હતી

વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહેતા ધો.12 સાયન્સના વિદ્યાર્થીએ મકાનના ત્રીજા માળે બેલ્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જોકે તેણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે જાણવા મળ્યું નથી. પાણીગેટ પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીના આપઘાતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના સોમતલાવ ઉમંગનગર સોસાયટીમાં નિરવભાઈ પટેલ રહે છે. જેઓ ખેતી કામ કરે છે. તેઓના સંતાનમાં બે બાળકો છે. જેમાં 17 વર્ષનો મોટો પુત્ર જેનિશ પટેલ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.

મંગળવારે જેનિસ મકાનના ત્રીજા માળે અભ્યાસ કરી રહ્યો હતો. સાંજના સમયે તેની માતા ચા પીવા માટે તેને બોલાવવા ગયા હતા તે સમયે તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેનીશે મકાનમાં બેલ્ટ વડે ગળેફાંસો ખાધેલો ખાધો હતો. પુત્ર જેનિશને જોતા જ તેની માતાએ બુમા બુમ કરી હતી. જેના પગલે પરિવારજનો અને પાડોશીઓ તેમના ઘરે દોડી આવ્યા હતા.

તેઓએ જેનિશને નીચે ઉતારી ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જોકે તેણે ક્યાં કારણસર આ પગલું ભર્યું છે તે જાણવા મળ્યું નથી. પુત્રના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. અભ્યાસ કે અન્ય કારણથી અંતિમ પગલુ ભર્યુ છે કે કેમ તેની તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો