તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સ્ટેચ્યૂ ફરી બંધ:31 ઓક્ટોબરની PM મોદીની મુલાકાતને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી બંધ રહેશે

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓ
  • 17 ઓક્ટોબરે ખુલેલુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરીથી 7 દિવસ માટે બંધ રાખવામાં આવશે

કેવડિયા સ્થિત દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે 17 ઓક્ટોબરથી ખોલ્લુ મૂકવામાં આવ્યું છે, પરંતુ, ફરી 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. વડાપ્રધાન મોદીની 31 ઓક્ટોબરની મુલાકાતને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જંગલ સફારી પાર્કને પણ 21 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવે તેવી શકયતા છે.

3 નવેમ્બરે ફરીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી શરૂ થશે
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 17 ઓક્ટોબરથી ખોલવામાં આવી હતી અને અને આજે બીજા જ દિવસે અંદાજે બે હજાર કરતા પણ વધારે પ્રવાસો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે આજે આવ્યા હતા અને વ્યુઇંગ ગેલેરીની ટિકિટનું પણ એડવાન્સ બુકિંગ થઇ ગયું હતુ, ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારને 27 ઓક્ટોબરથી બંધ કરી દેવામાં આવશે અને 27 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ પ્રવાસીઓ માટે બંધ કરી રાખવામાં આવશે અને 2 નવેમ્બરે સોમવાર હોવાથી 3 નવેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજે બીજા દિવસે 2 હજારથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજે બીજા દિવસે 2 હજારથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા

જંગલ સફારી પાર્કને પણ 21 ઓક્ટોબરથી બંધ કરવાની શક્યતા
વધુમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જંગલ સફારી પાર્કને હાલમાં ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે તેને પણ 21 ઓક્ટોબરથી બંધ કરી દેવામાં આવે એવી શક્યતા છે. કારણ કે હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે અને આજે આકર્ષણો ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવે છે, પરંતુ, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 21 થી 2 નવેમ્બર સુધી જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક અને બંધ રાખવામાં આવે એવી શક્યતાઓ છે.

સ્ટેચ્યૂ ઓફ યુનીટી ફરી 10 દિવસ માટે બંધ રાખવામાં આવનાર છે
સ્ટેચ્યૂ ઓફ યુનીટી ફરી 10 દિવસ માટે બંધ રાખવામાં આવનાર છે

કોરોના કાળમાં 15 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યૂ જોવા ન જઇ શક્યા
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના કારણે 6 મહિના બાદ આજે સ્ટેચ્યૂ ઓફ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓનો હાલમાં ધસારો થઇ રહ્યો છે. ગત સિઝનની વાત કરી તો ગત સિઝનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે 40 લાખથી વધારે પ્રવાસીઓ આવ્યા હતા, પરંતુ, આ વખતે 6 મહિના જેટલા સમય સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહ્યું છે, એક અંદાજ મુજબ 15 લાખથી વધુ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

19થી 26 ઓક્ટોબર દરમિયાન સોમવારે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે
માર્ચ મહિનાથી કોરોનાં મહામારીનાં કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો બંધ રખાયા હતા. બાદમાં ઓક્ટોબર માસથી એક બાદ એક પ્રવાસન સ્થળો કોવિડ-19ની ગાઇડલાઇન સાથે પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકાયા હતા. પ્રવાસીઓની માંગણી અને લાગણીને ધ્યાને રાખીને 19 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર દરમિયાન સોમવારનાં સાપ્તાહિક રજાને મોકુફ રાખીને પ્રવાસીઓ માટે પ્રવેશ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ પ્રવાસન સ્થળોએ કોરોનાની ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત કરવા માટે માત્ર અને માત્ર ઓનલાઇન ટિકિટ બૂક કરાવેલ પ્રવાસીને જ પ્રવેશ અપાશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સમગ્ર દિવસ દરમિયાન 2500 પ્રવાસીને જ 5 સ્લોટમાં પ્રવેશ અપાશે. વ્યૂઇંગ ગેલેરીમાં સમગ્ર દિવસ દરમ્યાન 500 પ્રવાસીઓને જ પ્રવેશ મળશે.

(અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો