તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચૂંટણી બાદ વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોના પોઝિટિવ કેસોમાં પ્રચંડ ઉછાળો આવ્યો છે. જેને લઇને રાજ્ય સરકારે સામાન્ય નાગરીકો પર અનેક નિયમો લાદી દીધા છે અને બીજી તરફ કોરોનાની વેક્સિન વધુમાં વધુ લોકો મૂકાવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેવા સમયે વડોદરા શહેરના ગેંડા સર્કલ સ્થિત સ્ટેશનરીના વેપારીએ કોરોનાની વેક્સિન લેવા માટે પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મહત્વની જાહેરાત કરી છે. તેમની દુકાને ખરીદી કરવા માટે આવતા લોકો જો પોતે વેક્સિન લીધાનું સર્ટિફિકેટ બતાવે તો તેઓને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.
વેક્સિનેસનને પ્રોત્સાહન આપવા માટે ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઈ
હાલ રાજ્ય તથા દેશના અનેક ભાગોમાં કોરોના પોઝિટિવ કેસોમાં ઉછાળો નોંધાયો છે. જેને લઇને હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સતર્ક બન્યા છે અને કોરોનાને નાથવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. એક તરફ સરકાર દ્વારા કોરોનાની વેક્સિન વધુ લોકો સુધી પહોંચાડવા માટે વય મર્યાદા ઘટાડીને 45 વર્ષ કે, તેથી વધુ કરી દેવામાં આવી છે અને બીજી તરફ લોકોની ભીડ એકઠી ન થાય તે માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે, ત્યારે વડોદરાના વેપારી દ્વારા વેક્સિનેસનને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવી છે.
10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
ગેંડા સર્કલ નજીક સ્ટેશનરીના ડિસ્ટ્રીબ્યુટર રાજ ટ્રેડર્સના સંચાલક કમલેશ શાહે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે સ્થાનિક વેપાર ધંધા પર ભારે અસર પહોંચી છે. કોરોના પર કાબૂ મેળવાશે તો સ્થાનિક વેપાર ધંધ પુન: ધમધમી ઉઠશે. એક વેપારી તરીકે લોકોને કોરોનાની વેક્સિન લેવા માટે પ્રોત્સાહન આપવા માટે એક પ્રયાસ કર્યો છે. અમારે ત્યાં ખરીદી કરવા આવતા લોકો કોરોનાની વેક્સિન લીધાનું સર્ટિફિકેટ બતાવશે તો તેઓને 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
લોકોએ વેક્સિન મૂકાવવા વેપારીની અપીલ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર દ્વારા કોરોનાની વેક્સિન આપવાની કામગીરી ચાલુ રહેશે. ત્યાં સુધી અમારા દ્વારા આ પ્રકારે પ્રોત્સાહનરૂપી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વેપારીએ અપીલ કરતા જણાવ્યું હતું કે, સરકારના ધારાધોરણ પ્રમાણેની ઉંમર ધરાવતા લોકોએ વેક્સિન મૂકાવવી જોઇએ તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઇએ. કોરોના જેટલો જલ્દી કાબૂમાં આવશે, તેટલો જલ્દી આપણે આપણા સામાન્ય જીવન તરફ વળી શકીશું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.